‘પ્રેમ’ એટલે પોતાના સાથીની મર્યાદાઓને સાચા અર્થમાં સ્વીકારીને તેના અસ્તિત્વને, તેના સાનિઘ્યને ચાહવું!
પ્રેમ એટલે શું નહીં ?!
પ્રેમમાં પડેલી કોઈપણ વ્યક્તિ માટે તેના પ્રેમી/કાથી વિશેષ કોઈ વ્યક્તિ નથી હોતી. આ પૈકી મોટા ભાગની વ્યક્તિઓ એવું માનતી હોય છે કે પોતાનું પ્રિયપાત્ર એક સંપૂર્ણ વ્યક્તિ છે. તેને પ્રિયપાત્રમાં રહેલી કોઈ ત્રુટિઓ દેખાતી નથી અને એટલે જ ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ની ઉક્તિ પ્રચલિત થઈ છે. પ્રેમમાં પોતાની સાથીની ત્રુટિઓ જોવાનો વ્યવહાર જ નથી.
ઘણાં તો વળી એટલી હદે પહોંચી જતા હોય છે કે પોતાના સાથીઓમાં કોઈ ત્રુટિ હોય તે માનવા જ તૈયાર નથી થતા. એક પ્રકારની જડતા જ જોઈ લો. લોકો આ જડત્વને પ્રેમ ગણાવે છે પરંતુ આ પ્રેમ નથી મોહ (ૈંહકચોર્ચૌહ) છે. સમય જતાં મોહ દૂર થાય છે અને નાનામાં નાની ત્રુટીઓ વિરાટ રૂપ ધારણ કરતી જણાય છે ! રૂપાની ઘંટડી જેવો લાગતો અવાજ ફાટેલા સાયલેન્સરમાંથી નીકળતા અવાજ તેવો કર્કશ લાગવા માંડે છે ! મર્દાનગી લુખાગીરી અને નજાકત ચાંપલાશ લાગવા માંડે છે !
પ્રેમ એટલે પોતાના સાથીની મર્યાદાઓ અને ત્રુટિઓ પ્રત્યે અંધાપો સેવવો એમ નહીં પરંતુ, પ્રેમ એટલે લાગણીઓની સાથે સાથે તમારા સાથીની મર્યાદાઓ-ત્રુટિઓ અંગે સંપૂર્ણ સભાનતા અને માત્ર સભાનતા જ નહીં તેની વાસ્તવિક સ્વીકૃતિ પણ ખરી. મોહ તમને જોયું ના જોયું કરતા શીખવે છે પરંતુ પ્રેમ તમારી સામે વાસ્તવિક ચિત્ર ખડું કરે છે. જ્યારે તમે સાથીની મર્યાદાઓ નજર અંદાજ કરો છો ત્યારે તમે તમારી જાતને છેતરો છો અને સમયની સાથે મોહ લુપ્ત થતા તમે છેતરાયા હોવ તેવો અફસોસ કરતાં રહો છો. સહજીવનમાં આ પ્રકારની લાગણીઓ દુઃખ, અસલામતી અને નિસહાયતાથી વિશેષ બીજું શું આપી શકે ?! પરંતુ, આ જ મર્યાદાઓને જ્યારે તમે તેના સાચા સ્વરૂપમાં સ્વીકારો છો ત્યારે તમારામાં એક સાચો લગાવ પેદા થાય છે. એક એવો લગાવ કે જે મોહ ભાંગી જવા છતાં પણ પ્રેમને અકબંધ રાખવા સક્ષમ છે.
જે વ્યક્તિઓ મોહવશ પોતાના સાથીની મર્યાદાઓ - અપૂર્ણતા નજર અંદાજ કરે છે અને પોતાના આ વલણને ગાઢ પ્રેમની અભિવ્યક્તિ માની બેસે છે, તેને સંબંધમાં ક્યારેક ને ક્યારેક આ મર્યાદાઓ ખૂંચે છે અને જુદી જુદી રીતે તે સાથીને તેની આ મર્યાદાઓનું ભાન કરાવ્યા કરે છે. પ્રેમ એટલે સાથીની મર્યાદાઓનું ભાન કરાવ્યા કરવું એમ નહીં, પણ ‘પ્રેમ’ એટલે વ્યક્તિગત મર્યાદાઓથી ઉપર થઈને લાગણીઓનું વહેવું.
‘પ્રેમ’ એટલે પોતાના સાથીને પોતાની પસંદ નાપસંદ પ્રમાણે બદલવા પરિશ્રમ કરવો એમ નહીં, ‘પ્રેમ’ એટલે પોતાના સાથીની વ્યક્તિગત મર્યાદાઓને સાચા અર્થમાં સ્વીકારીને તેના અસ્તિત્વને, તેના સાનિઘ્યને ચાહવું ! આ સંજોગોમાં જો તમારો સાથી સંવેદનશીલ હોય તો તેને તમારા ગમા-અણગમાનો ખ્યાલ આપોઆપ આવે છે અને આપમેળે તે બદલવા માંડે છે.
ઘણી વ્યક્તિઓ પોતાના સાથીની સ્વભાવગત કે વ્યવહારની મર્યાદાઓ કે નબળાઈઓથી સંપૂર્ણપણે વાકેફ હોય છે તેની સાથે જ તેમને સ્વીકારે પણ છે પરંતુ, મનોમન તેને પોતાના પ્રેમથી બદલી નાખવાનો વિશ્વાસ અને ઈરાદો બન્ને રાખતા હોય છે. વ્યક્તિઓને બદલવાનું ગણિત આટલું સરળ નથી અને માત્ર પ્રેમથી વ્યક્તિઓ બદલાતી નથી. બીજા ઘણા પરિબળો ભાગ ભજવે છે. સમય જતા ધીરજ ખૂટે છે. પ્રેમથી બદલી નાખવાનો વિશ્વાસ અધિરાઈનું રૂપ લઈ લે છે. અધીરાઈ ધીરે ધીરે ટોણા-ટીપ્પણીઓમાં પરિણમે, સંબંધોમાં મન ઊંચા થવા માંડે અને સરવાળે ‘પ્રેમ’ ભૂલ બનીને રહી જાય !
વાતો તરીકે આ બઘું શીરાની જેમ ગળે ઉતરી જાય છે એમ છે પણ વ્યવહારમાં તે ઘણી ઊંડી સમજ અને પરિપક્વતા માંગી લે છે ! ‘પ્રેમ’નું તો એવું જ છે હૈયામાં જુદો, વ્યવહારમાં જુદો અને વાસ્તવિકતામાં તો સાવ જુદો (ક્રમશઃ) પૂર્ણવિરામ ઃ પ્રેમિકા સાથે દલીલોમાં જીત્યા પછી પ્રેમીએ શું કરવું ?!
તરત જ પોતાની જીતની માફી માંગી લેવી !!