આત્મીયતા
ઉપર કોઈનો ઈજારો નથી અને સંવેદના કોઈની મોહતાજ નથી. શરીરમાં ધબકતાં દિલને
સંકોચાવા ન દઇએ તો દિલમાં આખી દુનિયાને સમાવી શકાય એટલી વિશાળતા છે. બધું જ
જીવી શકો, બધું જ ઝીલી શકો અને પ્રકૃતિના દરેક કણને અને તમામ રંગને માણી
શકો તો જીવનની કોઈ પણ ઉંમરે બચપણ અનુભવી શકો. ઉંમર માણસને ઘરડાં નથી બનાવતી
પણ માનસિકતા માણસને બુઢ્ઢા કરી દે છે.
રોલર કોસ્ટર જેવો રોમાંચ જ્યારે રોકીંગ ચેરમાં થવા લાગે ત્યારે સમજવું કે
આપણને ઉંમરની અસર થવા લાગી છે. થ્રીલ ફીલ કરવાની કોઈ ઉંમર નથી હોતી. નાના
બાળકનું ઓબ્ઝર્વેશન કરજો. એ આંખો ફાડી ફાડીને બધું નીરખતું રહે છે. મોટું
થઈ જાય પછી એને એવું થાય છે કે આ તો જોઈ લીધું છે.
એવું ક્યાંય લખ્યું છે કે આટલી ઉંમર થઈ જાય પછી દરિયાના પટમાં રેતીનું મકાન
ન બનાવવું? કિશોર કે યુવાન વય થાય પછી શેરીમાં ભરાયેલા વરસાદના પાણીમાં
કાગળની હોડી ન ચલાવવી! તમને જે ગમતું હતું તેવું કરવાની કોણ ના પાડે છે?
આપણે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે મારાથી આ ન થાય! ક્યારેક તમને ગમતું
હોય એવું કંઈક કરી જોજો, ઉંમર ઘટીને નાની થઈ જશે. બચપણ અને બુઢાપામાં
માત્ર માનસિકતાનો જ ફર્ક હોય છે. તમારી જાતને એટલી મોટી ન બનાવી દો કે
તમારું બચપણ જ ભૂલી જાવ!
સંપર્કના સાધનો વઘ્યા છે છતાં કેમ માણસ એક-બીજાથી દૂર જઈ રહ્યો હોય એવું
લાગે છે? તમારા મોબાઈલની ફોન બુકમાં કેટલા નંબર છે? એવો કયો નંબર છે જે એક
વખત સેવ કર્યા પછી તમે ક્યારેય એ નંબર પર ફોન નથી કર્યો? કનેક્ટેડ થયા પછી
આપણે વિચારતા નથી કે આપણે એટેચ્ડ છીએ? તમારા દિલની વાત કહી શકાય એવા કેટલા
લોકો તમારી પાસે છે?
ફેસબુક અને ઓરકૂટ ઉપર આપણે મિત્રોને એડ કરતાં જઈએ છીએ અને પછી એવો સંતોષ
માની લઈએ છીએ કે આપણું ગ્રુપ બહુ મોટું છે. ફેસબુકનું લિસ્ટ કાઢીને ક્યારેય
વિચાર્યું છે કે આમાંથી કેટલાં લોકોની અંગત વાતો મને ખબર છે? એ પૈકીના
કેટલા લોકોને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખબર છે? મોટાભાગે જસ્ટ
હાય- હલો જ કહેવાય છે. દિલમાં ભાર લાગતો હોય એ વાત કેમ દિલમાં જ રહે છે?
સર્ચ એન્જિનથી જૂના મિત્રો મળી જાય છે પણ આત્મીયતા? કંઈક કહેવાનું કે વાત
શેર કરવાનું મન થાય ત્યારે કોઈ હોતું નથી! દિલનું સર્ચ એન્જિન ખોટકાઈ જાય
છે. દિલના સર્ચ એન્જિનમાં તમે ક્યારેય કોઈ સર્ચ આપી છે? ચલો, એક પ્રયત્ન
કરો. દિલના સર્ચ એન્જિનને શોધવાનું કહો, બેસ્ટ ડે ઓફ માય લાઈફ! જિંદગીનો
સુંદર દિવસ!
દિલ પર ક્લિક કરો. કંઈ મળ્યું? કયો હતો એ દિવસ? તમે જિંદગીમાં જેટલા દિવસો
વિતાવ્યા હોય એમાંથી યાદગાર દિવસો શોધી કાઢો, પછી જિંદગીના દિવસો સાથે
સરખામણી કરી ટકાવારી કાઢો, રિઝલ્ટ ઝીરો પોઈન્ટ ઝીરો સમથિંગ સમથિંગ હશે!
બાકીના દિવસો ખરાબ હતા?
ના! ઘણાં દિવસો સારા હતા પણ તેને આપણે પરમેનન્ટ ડિલિટ કરી નાખ્યા હોય છે!
સુખની ચિઠ્ઠી આપણે ભાગ્યે જ ખોલીએ છીએ. માણસની કૂતુહલતા બૂઠ્ઠી ન થઈ જાય તો
સંવેદના ક્યારેય બુઠ્ઠી થતી નથી. આપણે મોટા થતાં જઈએ તેમ આપણામાં જીવંત
બાળપણને મારતાં જઈએ છીએ.
પછી તેનો ખરખરો કરતાં રહીએ છીએ. દિલમાં ચણાયેલી આવી કબરોને ઉખેડી નાખી
તેમાં દબાયેલી ક્ષણોને પાછી જીવતી કરો, જીવન એકશન રિપ્લે જેવું નહીં પણ
લાઈવ લાગશે!
Friday, November 2, 2012
Saturday, January 21, 2012
એક નજર કરો ભીતર અને બહાર...
શું કરવું કે શું ન કરવું એ જો નક્કી કરવા જઇએ તો ગૂંચવાઇ જવાના. પરંતુ જે કાર્ય કરીએ છીએ તે અને તે શા માટે કરીએ છીએ એ અંગે જાગૃત હોઇએ તો ઘણા રસ્તાઓ ખૂલવા માંડે.
ફેમસ જોક એવો છે કે શેરીમાંથી પસાર થતી વેળા ગંગારામ છોકરાઓને ‘બોલો, દુનિયાની સૌથી મોટી નદી કઇ?’ એવા ભાતભાતના જનરલ નોલેજના પ્રશ્નો પૂછે. મહોલ્લાના છોકરાઓને એકેય પ્રશ્નો જવાબ આવડે નહીં. એક દિવસ ગંગારામે પૂછ્યું, ‘લાલુપ્રસાદ યાદવ કોણ છે?’ છોકરાઓ નિરુત્તર. ગંગારામે ઉપદેશવાણી શરૂ કરી.
શું આખો દિવસ ટિચાયા કરો છો? આજુબાજુ જુઓ, દુનિયા ફરો અને માહિતગાર રહો. એક છોકરો જરીક ટીખળી હતો. એણે ગંગારામને પ્રશ્ન કર્યો, ‘અંકલ, તમને ખબર છે મંગારામ કોણ છે?’ અંકલે ટાલ ખંજવાળી, પણ મંગારામ નામના ડેટા એમની હાર્ડડિસ્કમાં હતા જ નહી. છેવટે પેલા ટીખળીએ વિજયી મુદ્રામાં કહ્યું, ‘ઘરમાં રહો અને અંદર જુવો તો ખબર પડે કે મંગારામ કોણ છે ?!’
ગામ, દેશ, દુનિયા અને બ્રહ્નાંડમાં શું ચાલી રહ્યું છે એની માહિતી મેળવવા આપણે સદાય તત્પર રહીએ છીએ. એવા મહાપુરુષોને શું કહીશું કે જે સવાર સવારમાં સમાચારોને ખાઇ જવા ત્રાટક નજરે છાપાંને બટકાં ભરતા હોય છે? કેમ આપણને અન્ય અંગે જાણવા આટલી તો અધિરાઈ અને આતુરતા રહે છે? ઘણાં બધાં કારણો હોઇ શકે. એક તો, આપણી સઘળી ઇન્દ્રિય ઓ, કે જે દ્વારા આપણે વિશ્વને મળીએ છીએ. એ સ્વભાવિક રીતે બહારની તરફ ખૂલે છે.
આંખની સામે જે ર્દશ્ય આવશે એને એ જોશે. કાન અવાજો અંદર લેશે પછી એ અવાજો પક્ષીગાનના હોય કે લુહારને ત્યાં થતી ટીપાટીપના. અને એ પણ, આપણે થોડેઘણે અંશે, વર્તમાન ક્ષણમાં જીવતા હોઇએ તો જે સામે આવે એ બરાબર દેખાય અથવા આસપાસના અવાજો કાન થકી અંદર આવે, અથવા ઠંડા પાણીના ગ્લાસને પકડ્યોહોવા છતાં એની ઠંડક મહેસુસ થાય.
બાકી, મોટેભાગે તો, આપણે ખોવાયેલા ખોવાયેલા જ રહેતા હોઇએ છીએ ને? વિચારોમાં, લાગણીઓમાં, માગણીઓમાં, ડરમાં... ધેટ મીન્સ, સમસ્યા બેવડી છે. એક તો ખોવાયેલા રહેવાને કારણે સામે જે આવે એનું જે માત્રામાં સેન્સેશન ફીલ કરવું જોઇએ એ કરી શકતા નથી અને જો કરી શકીએ છીએ તો એ આપણી બાહ્ય આતુરતાને પરિણામે હોય છે.
બહારનું જાણવામાં રસ પડવાનું બીજું કારણ એ હોઇ શકે કે આપણે આપણામાં રસ પેદા કરી શક્યા નથી. ત્રીજું કારણ એ છે કે બહારની વાતોમાં ખોવાઇ જવાનું સહેલું સરળ છે. જે ખાલીપો અથવા સાયકોલોજિસ્ટ પીડા અંદર અનુભવાતી હોય એ જીરવવી અઘરી હોવાને કારણે ગામ વિકાસ, અણ્ણા આંદોલન, સચિનની એક્સોમી સદી, રમાબેનનું રમેશભાઈ જોડેનું લફરું, અતિશય ઠંડી, ડિસ્કવરી ઉપરના પ્રોગ્રામ વગેરે મુદ્દાઓની છણાવટ કરવામાં મજા પડે છે. પીડા કરતાં તો મજા સારી, એવા સાદા ગણિતને આપણે અનુસરીને છીએ. બીજાં પણ ઘણાં કારણો છે, પરંતુ લેખનો એ મુખ્ય મુદ્દો ન હોવાને કારણે એને અડકતાં નથી.
જે. કૃષ્ણમૂર્તિએ જોવા બાબતે ખાસ્સું એવું સિંચન કર્યું છે. એમની પરિભાષામાં કહીએ તો, જે જુવે છે એને ઓબ્ઝર્વર કહેવાય. જે ઓબ્ઝર્વ અથૉત નિરીક્ષણ કરે એ ઓબ્ઝર્વર. મતલબ કે તમે સુંદર દરિયાકિનારે છો અને બીચ, બીચ ઉપર મજા કરતાં લોકો, દૂર દેખાતી સ્ટીમરો, કિનારે લહેરાતાં નાળિયારીનાં વૃક્ષો વગેરેને જુઓ છો. હવે કૃષ્ણમૂર્તિ કહે છે કે ઓબ્ઝર્વર ઇઝ ઓબ્ઝવ્ર્ડ. મતલબ કે યથાર્થ જોવું એ નથી કે તમે દરિયાકિનારે ઉપર વર્ણવેલી અને ન વર્ણવેલી વસ્તુઓ જુઓ છો, યથાર્થ જોવું એ છે જ્યારે આ બધાને જોનારને તમે જુઓ છો. કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યારે તમે જોનારને (મતલબ કે તમને) જુવો છો ત્યારે જ જોયું કહેવાય.
વિચાર વિસ્તાર કરીએ તો, ધારો કે તમે બીચ ઉપર આકર્ષક લોકોને જુઓ છો તો એમને જોતી વેળા તમારી અંદર જે ભાવ /હલનચલન/વિચારો પેદા થાય છે અને જોઇ શકો તો કંઇક જોયું. બાકી તો દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી! એન્ડ ધેટ ટુ, ન્યાયાધીશ બન્યા વિના જોવાનું. આપણું કેવું છે કે સારું શું અને ખરાબ શું એનું ટનબંધ નોલેજ હોવાથી, જો થોડુંક પણ ભીતર જોવાઇ જાય કે તરત જ આ તો ખરાબ કહેવાય એમ કહી જોવાની પ્રક્રિયા કોરણે મુકાઇ જાય અને ગિલ્ટભાવની દશા શરૂ થઇ જાય.
કૃષ્ણમૂર્તિ આને ‘ચોઇસલેસ અવેરનેસ’ કહે છે. એવી જાગૃતિ એવી રીતે ભીતર જોવું કે આ ‘આ રીતે જોવું કે આ રીતે ન જોવું ’ એવી કોઇ પસંદગીને અવકાશ નથી. એકચ્યુઅલી, જીવનયાત્રામાં અવેરનેસ અથૉત જાગૃતિનું ખાસ્સું મહત્વ છે. દરેક સંતપુરુષે એમનાં સ્થળ-કાળ પ્રમાણે જાગૃતિનું મહત્વ વ્યક્ત કર્યું છે. નરસિંહ કહે, ‘જાગીને જોયું તો જગત દીસે નહીં.’ શ્રી માતાજીનું એક વિધાન છે કે પોતાની અંદર જે હલનચલન થઇ રહી છે એ તરફ સભાન થવું, અને જે કાર્ય કરીએ છીએ તે કાર્ય તરફ અને જે કાર્ય કરીએ છીએ તે તરફ જાગૃત થવું એ અનિવાર્યપણે સ્ટાર્ટિંગ પોઇન્ટ છે.
શું સારું કે શું ખરાબ, અથવા તો શું કરવું જોઇએ કે શું ન કરવું જોઇએ એ જો આપણે નક્કી કરવા જઇએ તો અવશ્ય ગૂંચવાઇ જવાના. પરંતુ જે કાર્ય કરીએ છીએ તે અને તે કાર્ય શા માટે કરીએ છીએ એ અંગે જાગૃત હોઇએ તો ઘણા રસ્તાઓ ખૂલવા માંડે. ઓશોએ પણ વિવિધ ટેક્નિકસ દર્શાવી જાગૃતિ કેવી રીતે કેળવવી એ આપણને દર્શાવ્યું છે.
રામદુલારે બાપુએ કહ્યું હતું કે થિયેટરમાં ફિલ્મ જોવા જઇએ ત્યારે, ખુરશી ઓડિયન્સ તરફ રાખીને ઓડિયન્સના હાવભાવ જોવા. છાપું વાંચતીવેળા આપણે આપણને વાંચીએ તો?વાત એ છે કે આપણે દેશ દુનિયાને જોયા કરીએ, માહિતી એકઠી કરતા રહીએ, તો આપણે પણ ગંગારામ જ છીએ. આપણી અંદર, આપણા ઘરમાં, ક્યારે અને કયો મંગારામ આવી જાય એની જાણ ન રહે. હેપ્પી અવેરનેસ!
ચલતે ચલતે : આપણે વિશ્વને, વિશ્વ જેવું છે એવું જોવાનું છે : અર્દશ્યમાન!- અલાન વોટસ

Subscribe to:
Posts (Atom)