Thursday, May 12, 2011

તમારી પોતાની વેબસાઈટ બનાવતાં શીખો


આજે દિવસે ને દિવસે દુનિયા વધુ હાઈટેક બનતી જાય છે. જેમાં મહત્ત્વનો ફાળો ઈન્ટરનેટ અને તેની ટેક્નોલોજીનો છે. આજનો યુગ *ઇન્ટરનેટ યુગ* કહેવાય છે તેવામાં દરેક વ્યક્તિ પોતાની એક આગવી ઓળખ  ઊભી કરવા માગે છે. ઝડપથી વધતાં ઈન્ટરનેટના વિકાસને જોતાં નેટિઝનોમાં પોતાની વેબસાઈટ કે બ્લોગ બનાવવા માટેની રૃચિમાં વધારો થતો જોઈ શકાય છે. જો તમે પણ તમારી પોતાની વેબસાઈટ બનાવવા ઈચ્છતા હોવ પરંતુ તે માટેની જાણકારી ન હોય તો જરા પણ મૂંઝાવવાની જરૃર નથી. કારણ કે તમારી આ સમસ્યાનો ઉકેલ પણ ઈન્ટરનેટ ઉપર જ ઉપલબ્ધ છે.
www.w3schools.com લોગ ઓન કરો અને તમારી પોતાની વેબસાઈટ બનાવવાનું શરૃ કરી દો. જેમાં વેબસાઈટ બનાવવા માટેની ઉપયોગી એવી દરેક માહિતીની ખૂબ જ વિસ્તારપૂર્વક જાણકારી આપેલી છે. જે લોકો હજુ નવું નવું ઈન્ટરનેટ શીખ્યાં હોય તેવાં પણ આ વેબસાઈટ દ્વારા પોતાની વેબસાઈટ બનાવી શકે છે. આથી જ વેબસાઈટમાં બે ઓપ્શન આપેલાં છે ૧) બિગનર્સ અને ૨) ડેવલોપર માટે. તમને અહીં બેઝિક એચટીએમએલ (HTML) થી લઈને એડવાન્સ્ડ એક્સએમએલ (XML), એસક્યૂએલ (SQL), એએસપી (ASP), જાવા (JAVA) સ્ક્રિપ્ટ વગેરે જેવાં વિષયો ઉપર ઝીણવટભરી માહિતીનો ખજાનો મળી રહે છે. આ સાથે વધુમાં સાઈટ ઉપર ટયુટોરિયલ્સ ઓપ્શન પણ છે જેમાં સબ-ઓપ્શન છે જેમ કે એચટીએમએલ ટયુટોરિયલ્સ, એક્સએમએલ ટયુટોરિયલ્સ, ડોટ નેટ, મલ્ટીમિડીયા વગેરે. આ લિંક દ્વારા તમે જે-તે ઓપ્શન સંબંધિત જાણકારી મેળવી શકો છો.
વેબસાઈટની સૌથી સારી ખાસિયતની વાત કરીએ તો વેબસાઈટ ઉપર પ્રોગામિંગના હજારો ઉદાહરણો ઉપલબ્ધ છે જેને તમે પોતે એડિટરની મદદથી સેમ્પલ્સમાં એડિટીંગ કરી પોતાના પ્રયોગ કરી શકો છો. વેબસાઈટમાં એક વધુ ઓપ્શન ક્વિઝનો પણ છે જેમાં તમે ટેસ્ટ દ્વારા પોતાના આ વિષયના નોલેજનું મૂલ્યાંકન કરી શકો છો. આ ઉપરાંત એચટીએમલ ર્સિટફિકેશન અને એએમએલ ર્સિટફિકેશનલ વિશેની પણ પૂરેપૂરી માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જ્યારે વેબસાઈટ ઉપર તમારો મૂડ હળવો કરવા માટે ઈન્ટરનેટ જોક્સ પણ મૂકેલાં છે.  

No comments:

Post a Comment