Tuesday, September 23, 2025

વ્યવહારિકબુદ્ધિ તથા જીવનપાઠ

ત્રણ ઉદાહરણો:
૧. એક શ્રેષ્ઠ જીપ/કાર બનાવવા ઇજનેરો રાત દિવસ મથેલા. અંતે, એ ગાડી તૈયાર થઈ અને એના મોડલના પ્રદર્શન માટે ભવ્ય સમારોહ આયોજિત થયો. પણ આયોજન સ્થળે દરવાજો/ગેટ/ કમાન ગાડીની હાઇટ કરતા સહેજ નીચા હતા! હવે ઇજનેરો ગૂંચવાયા કે ગાડીને પ્રદર્શનમાં સ્ટેજ સુધી લઈને કેમ જાય? માથે સ્ક્રેચ પડે એ તો પોસાય નહી.. ગેટ કે કમાન પણ કેમ કરીને કાઢવી. ઇજનેરો, અધિકારીઓ ગૂંચવાયા પણ ત્યાં જ ત્યાંના સિક્યોરિટી વાળા ભાઈએ કહ્યું કે અરે મુંઝાવ મા... ચારેય વ્હીલમાંથી હવા કાઢી નાખો.. આ ગાડી સરળતાથી જતી રહેશે! 😊

૨.  એક સાબુની ફેક્ટરીમાં ફાઇનલ પત્તા ઉપર રેપરની અંદર સાબુની  ગોટી મૂકતા અને છેલ્લું પેકિંગ કરી નાખતા. કઈક લોચાને લીધે, સો દોઢસો નંગે, બે ત્રણ સાબુ વગરના ખાલી  રેપર પેકિંગમાં જતા રહેતા. કંપનીની દુકાનદારોમાં શાખ બગાડવા લાગી કે સો ને બદલે અઠ્ઠાણું જ સાબુ મળે છે! ફેક્ટરીના માલિક સાથે ભલભલા લોકો ગોટે વળ્યા કે શું કરવું? સેન્સર લઈ આવવું કે એક માણસને  સતત પેકિંગ જોવા બેસાડવો !  ત્યાં ચા લઈને આવતા બલકે કહ્યું સાહેબ, ટેબલફેન રાખી દેજો.. ખાલી રેપર હઇશે  તો એમનેમ ઊડી જાહે 🙃😊

૩. ભારતની સારી ટૂથપેસ્ટ કંપનીનું વેચાણ મહત્તમ કક્ષા આવી પહોંચ્યું.. પણ છેલ્લા છ મહિનાથી વેચાણ એના પછી વધવાનું અટકી ગયેલું. ઘરેઘરે પહોંચી ગયા બાદ પણ કંપનીના માણસોને અસંતોષ હતો કે હજુય વેચાણ વધવું જોઈએ.. એમણે અનેક મિટિંગ કરીને સોલ્યુશન લાવવા પ્રયત્નો કર્યા! મિટિંગમાં ગરમ ગરમ ચા આપવા જે ભાઈ આવતા તેઓ કહી ગયા કે આમાં કાઈ ના હોય.. પેસ્ટ નું મોઢું સહેજ એકાદ મિલીમીટર જેટલું જ મોટું કરી દેવાનું..રોજ પેસ્ટ વધારે નીકળશે, મહિનાને બદલે પચીસ દિવસમાં પૂરી થશે..તમારું વેચાણ વધશે..અને કહેવાય છે કે વેચાણ લગભગ ત્રણેક ટકા ખરેખર આ કિમિયાને લીધે વધ્યું!!

.....

મને ક્યાંક ક્યાંક વાંચવામાં આવેલ આ પ્રસંગો અહીંયા મેં સ્મૃતિ આધારે જ મૂક્યા છે.. 

🌹જીવનમાં મુશ્કેલી બહુ મોટી લાગતી હોય ત્યારે, ઠંડા કલેજે નાના નાના સોલ્યુશન ઉપર ધ્યાન આપવું. મહદ અંશે, ત્યાંથી જ સમસ્યાનું સાચું  સમાધાન મળી રહેતું હોય છે.

🌹આપણે કોને  મૂરખ, અભણ અને કોને એક્સપર્ટ માનીએ છીએ એ જરાય અગત્યનું નથી.. અનેક વાર સોલ્યુશન તમે જેમને મૂરખ કે અભણ માનો છો એમની પાસેથી જ મળતું હોય છે.😀

🌹 ઉપરના ત્રણેય ઉદાહરણોમાંથી શીખીએ કે, 
આપણામાં પણ ઝાઝી હવા ભરવા દેવી જ નહીં... કોઈ પણ કમાનમાંથી નીકળી શકશો.. સાવ ખાલી પણ ન રહેવું, નહિતર સમયની એક ઝાપટે ઊડી જશો અને જરીક વધારે આપતા શીખવું.. તો હરદમ ડિમાન્ડમાં રહેશો🩷

અસ્તુ...🙏🏻

Friday, August 1, 2025

બીલીપત્ર તથા બીલી ના ઝાડનું મહત્વ

બીલીપત્ર 
૧ ) બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ છે
૨) બિલી ની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે 
૩)બિલી નો  કાંટો વાગવા થી મુત્યુ ની પીડા હરાય છે ૪)બિલી ની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે 
૫) નાના મોટા જીવ જંતુ જાણે અજાણે મારિયા હોય તો બિલી ની પ્રદક્ષિણા થી જ એ પાપ ધોવાય છે 
૬) બિલી ના ઝાડ નીચે શિવપુરાણ વચવાથી અક્ષય પુણ્ય મળે છે 
૭)બિલી ના ઝાડ ને પાણી  પીવડાવવા થી શિવ જી ના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે 
૮)બિલી ના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન  મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાન , મુડતત્વ ની પાપ્તી થાય છે 
૯) આ મુત્યુ લોક માં જેના ઘરે બિલી છે એને જ પવિત્ર માનવામાં આવી યા છે તેના ઘરે અડસઠ તીર્થો
બિરાજમાન છે 
૧૦) બિલી ના ઝાડ નીચે પ્રાથીવ શિવલિંગ/માટી નું શિવલિંગ બનવાનો ખુબ મહિમા છે 
૧૧)બિલી ના ઝાડ ની નીચે જે ઓમ નમઃ શિવાય મહા મંત્ર ની માળા કરે છે તો જેટલા બિલી ના પાન છે તેટલા પાન મહાદેવ ને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે 
૧૨)કોઈ પણ માળા ને સિદ્ધ કરવી હોય તો બિલી ના ઝાડ નીચે  જાપ કરવો જ જોઈએ  શિવાલય માં જાપ થતાં હોય તો પણ ૩ વાર તો બિલી ના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ 
૧૩) બિલી નું જંગલ જે લોકો બનાવે છે ભવો ભવ શ્રી લક્ષ્મી ની પ્રાપ્તી થાય છે 
૧૪) બિલી ના ઝાડ ને સ્પર્શ કરવા માત્ર થી અઘોર પાપો માંથી મુક્તિ મળે છે 
૧૫)બિલી ના ઝાડ ના પાન એ જ તોડી શકે છે જેને વાવિયું છે જેને ઉછેરિયું હોય એને પણ તોડવાનો અધિકાર નથી ( શિવ રહસ્ય) જે વાવે એ જ તોડે 
૧૬) જે દિવસે જીવ જંતુ ને મારિયા હોય એ દિવસે બિલી ની ૧૦૮ પ્રદક્ષિણા થી એ પાપ થી મુક્ત થઈ શકાય છે 
૧૭) બિલી નું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દરશન કરવાથી એ દિવસે ના પાપ ધોવાઇ જાય છે 
૧૮) જેને  આ ધરતી પર બિલી વાવી યા છે તેમને મહાદેવ ની દુનિયા માં વિશ્વ કલ્યાણ નું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવ નો સંકલ્પ છે જે થી એ જીવ ને શિવ પદ ની પ્રાપ્તિ થાય છે  
૧૯) બિલી ના ઝાડ નીચે શિવ ભક્ત ને જમાડવા થી  દ્રારિદ્ર નો નાશ થાય છે 
૨૦) બિલી ના ઝાડ નીચે સૂવાથી કાલ રાત્રિ સુધરે છે 
૨૧)બિલી ના ઝાડ નીચે ભોજન કરવાથી કાતો કરાવાથી ૬૮ તીર્થ માં ભોજન કરવાનું પુણ્ય મળે છે 
૨૨) જે લોકો જ્યોતિર્લિંગ ની યાત્રા કરવામાં ( વૃદ્ધ  લોકો )અસફળ હોય તે જીવ એ બિલી નો આશ્રય લેવો જોઈએ અને જે ઘર ની બિલી ની છાયા નીચે હોય તે ઘર ઘર નથી તીર્થ છે જીવ નું  ખાવું પીવું સૂવું (જે ના ઘરે બિલી હોય )બિલી નીચે રાખવા માત્ર થી તીર્થો નું પુણ્ય મળે છે 
૨૩) દેવતાઓ પણ બિલી ના ઝાડ ની સ્તુતિ કરે છે 
૨૪) બિલી ના ઝાડ ના ક્યારા ને પાણી થી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ  મહાદેવ રાજી થાય છે 
૨૫)બિલી ના ઝાડ નીચે થી શબ યાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે 
૨૬) માત્ર ૧ જ બિલી વાવવાથી ૧ કરોડ શિવ મંદિર નિર્માણ નું પુણ્ય મળે છે 
૨૭) શિવમંદિર માં પખાલ થઈ ગઈ હોય તો બિલી ના ઝાડ ને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવ ને ચડાયા બરાબર છે  
૨૮) બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલી માં બિરાજમાન છે 
૨૯)બિલી ના વૃક્ષ ને શ્રી વૃક્ષ કેહવાય છે 
૩૦) જો (શક્ય હોય તો )જીવન માં ૧ વાર બિલી ના જંગલ માં ઝુપડું બનાઈને(  ૩,૫ ,૧૧ રાત્રિ )રેહવું જેથી ભવે ભવઃ ના તમામ અઘોર પાપો માંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે (શિવ રહસ્ય )👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🕉️નમ:શિવાય  🕉️ નમ : શિવાય 🕉️ નમ : શિવાય 🚩🚩🚩🚩🚩🙏🏻દેવો કે દેવ મહાદેવ 🙏🏻🚩🚩🚩🚩🚩