Tuesday, September 23, 2025

વ્યવહારિકબુદ્ધિ તથા જીવનપાઠ

ત્રણ ઉદાહરણો:
૧. એક શ્રેષ્ઠ જીપ/કાર બનાવવા ઇજનેરો રાત દિવસ મથેલા. અંતે, એ ગાડી તૈયાર થઈ અને એના મોડલના પ્રદર્શન માટે ભવ્ય સમારોહ આયોજિત થયો. પણ આયોજન સ્થળે દરવાજો/ગેટ/ કમાન ગાડીની હાઇટ કરતા સહેજ નીચા હતા! હવે ઇજનેરો ગૂંચવાયા કે ગાડીને પ્રદર્શનમાં સ્ટેજ સુધી લઈને કેમ જાય? માથે સ્ક્રેચ પડે એ તો પોસાય નહી.. ગેટ કે કમાન પણ કેમ કરીને કાઢવી. ઇજનેરો, અધિકારીઓ ગૂંચવાયા પણ ત્યાં જ ત્યાંના સિક્યોરિટી વાળા ભાઈએ કહ્યું કે અરે મુંઝાવ મા... ચારેય વ્હીલમાંથી હવા કાઢી નાખો.. આ ગાડી સરળતાથી જતી રહેશે! 😊

૨.  એક સાબુની ફેક્ટરીમાં ફાઇનલ પત્તા ઉપર રેપરની અંદર સાબુની  ગોટી મૂકતા અને છેલ્લું પેકિંગ કરી નાખતા. કઈક લોચાને લીધે, સો દોઢસો નંગે, બે ત્રણ સાબુ વગરના ખાલી  રેપર પેકિંગમાં જતા રહેતા. કંપનીની દુકાનદારોમાં શાખ બગાડવા લાગી કે સો ને બદલે અઠ્ઠાણું જ સાબુ મળે છે! ફેક્ટરીના માલિક સાથે ભલભલા લોકો ગોટે વળ્યા કે શું કરવું? સેન્સર લઈ આવવું કે એક માણસને  સતત પેકિંગ જોવા બેસાડવો !  ત્યાં ચા લઈને આવતા બલકે કહ્યું સાહેબ, ટેબલફેન રાખી દેજો.. ખાલી રેપર હઇશે  તો એમનેમ ઊડી જાહે 🙃😊

૩. ભારતની સારી ટૂથપેસ્ટ કંપનીનું વેચાણ મહત્તમ કક્ષા આવી પહોંચ્યું.. પણ છેલ્લા છ મહિનાથી વેચાણ એના પછી વધવાનું અટકી ગયેલું. ઘરેઘરે પહોંચી ગયા બાદ પણ કંપનીના માણસોને અસંતોષ હતો કે હજુય વેચાણ વધવું જોઈએ.. એમણે અનેક મિટિંગ કરીને સોલ્યુશન લાવવા પ્રયત્નો કર્યા! મિટિંગમાં ગરમ ગરમ ચા આપવા જે ભાઈ આવતા તેઓ કહી ગયા કે આમાં કાઈ ના હોય.. પેસ્ટ નું મોઢું સહેજ એકાદ મિલીમીટર જેટલું જ મોટું કરી દેવાનું..રોજ પેસ્ટ વધારે નીકળશે, મહિનાને બદલે પચીસ દિવસમાં પૂરી થશે..તમારું વેચાણ વધશે..અને કહેવાય છે કે વેચાણ લગભગ ત્રણેક ટકા ખરેખર આ કિમિયાને લીધે વધ્યું!!

.....

મને ક્યાંક ક્યાંક વાંચવામાં આવેલ આ પ્રસંગો અહીંયા મેં સ્મૃતિ આધારે જ મૂક્યા છે.. 

🌹જીવનમાં મુશ્કેલી બહુ મોટી લાગતી હોય ત્યારે, ઠંડા કલેજે નાના નાના સોલ્યુશન ઉપર ધ્યાન આપવું. મહદ અંશે, ત્યાંથી જ સમસ્યાનું સાચું  સમાધાન મળી રહેતું હોય છે.

🌹આપણે કોને  મૂરખ, અભણ અને કોને એક્સપર્ટ માનીએ છીએ એ જરાય અગત્યનું નથી.. અનેક વાર સોલ્યુશન તમે જેમને મૂરખ કે અભણ માનો છો એમની પાસેથી જ મળતું હોય છે.😀

🌹 ઉપરના ત્રણેય ઉદાહરણોમાંથી શીખીએ કે, 
આપણામાં પણ ઝાઝી હવા ભરવા દેવી જ નહીં... કોઈ પણ કમાનમાંથી નીકળી શકશો.. સાવ ખાલી પણ ન રહેવું, નહિતર સમયની એક ઝાપટે ઊડી જશો અને જરીક વધારે આપતા શીખવું.. તો હરદમ ડિમાન્ડમાં રહેશો🩷

અસ્તુ...🙏🏻

No comments:

Post a Comment