Wednesday, March 18, 2020

કોરોના વાઇરસથી પોતાને કેવીરીતે બચાવવા ?

કોરોના વાઇરસનો ચેપ ભારત સહિત 146 દેશોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેને મહામારી ઘોષિત કરી છે.

કોરોના વાઇરસથી પોતાને કેવીરીતે બચાવવા ?

વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે.
જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.
ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ ઘટે તેવા સંજોગોમાં આ રોગ ઝડપથી લાભ થાય છે જેને ધ્યાનમાં લઇને નીચે મુજબની કાળજી રાખવી.ભૂખ્યા પેટે બહાર નીકળવું નહીં,પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું,નિયમિત યોગ વ્યાયામ કરવો,પૂરતો આરામ લેવો, પૌષ્ટિક આહાર લેવો, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન વગેરે હોય તેઓએ શક્ય હોય ત્યાં સુધી હોમ કોરેન્ટાઇન રહેવું,લોકોના સંપર્કમાં આવવું નહીં


Thursday, March 15, 2018

સમય સાથે ચાલો..

નાનકડો એવો સેકન્ડ કાંટો ધીમે ધીમે ચાલે છે પરંતુ એ વર્ષોના વર્ષો ફેરવી નાંખે છે. એ રીતે માનવ જીવનમાં પણ જો નાનકડો એવો સદગુણ કેળવાય, સતત વિકસતો રહે તો એ આખા જીવનને ફેરવી નાખે છે. પરિવર્તન અત્યંત ધીમું હોય છે. એ અવિરત થતું રહે છે. એને નવા વર્ષે બદલાતા કેલેન્ડરના આંકડાઓ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. વર્ષ બદલાવાથી અચાનક જીવન ‘Happy’ નથી થઈ જતું, એને ‘Happy’ કરવા માટે આખું વર્ષ સતત ચઢતા રહેવું પડે છે

Monday, July 10, 2017

યુવનો માટે ૭ ધ્યાન સુત્રો

   સ્થિર બેસો - અશક્યને શક્ય બનાવો. વ્યક્તિના જીવનમાં ૧૬ થી ૨૫ વર્ષની આયુ સુધીમાં બધા જ પડકારો સામાન્યત: આવી જતા હોય છે. જીવનના તોફાનોનો સામનો કરીને આભને આંબવાનું શીખવું એ જરૂરી છે. આપણે પસંદગી કરીએ, શબ્દો બોલાય - વિચારની ઝડપ કરતાં પણ્ જલદીથી આપણે અમલ કરીએ- અને બહુ જ મહત્વનું છે પહેલી જ વારમાં આપણે એ સચોટપણે કરીએ. આપણા મિત્રો એ આપણે માટે સૌથી અંગત અસરકારક જુથ છે અને આનંદનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. જીવનના આવા તબક્કામાં ધ્યાન એ આપણું સૌથી શ્રેષ્ઠ મિત્ર બની શકે.


 ૧)  ખુશમિજાજ બનો:
દરેક જણ સ્વભાવથી મૈત્રિપુર્ણ હોય છે. જો એમ ન હોય તો તેનું કારણ છે તણાવ અને ચિંતા. ધ્યાન તણાવને ઓછો કરવામાં મદદ કરે છે અને આપણી અંદરની ક્ષમતાને પુર્ણપણે ખીલવે છે, પછી મિત્રો બનાવવા અને નિભાવવાનું વધુ સહેલું બને છે. બીજાની સંભાળ લેવી એ આપણા સ્વભાવમાં વણાઇ જાય છે.
૨)  તમારાં સ્વપ્નો સાકાર કરો:
યુવાનો તરીકે આપણે આપણાં સ્વપ્નો  અને મહત્વાકાંક્ષાઓથી આભને આંબવા માગીએ છીએ. ધ્યાન આપણને એ શક્તિ અને આત્મવિશ્વાસ પુરાં પાડે છે જેનાંથી આપણેા આપણાં સ્વપ્નોમાં વિશ્વાસ રાખીને એને વાસ્તવિકતામાં સાકાર કરી શકીએ છીએ.
૩) મૌલિકતાથી વિચારો:
જ્યારે આપણે કોઇ મોબાઇલની દુકાનમાં જઇએ છીએ તો આપણે જે શ્રેષ્ઠ મોબાઇલ ફોન હોય તે જ લઇએ છીએ કારણ કે તે બીજા બધા સામાન્ય કરતાં વધુ સારો છે. જ્યારે આપણે ધ્યાન્ કરીએ છીએ ત્યારે આપણી સર્જનાત્મકતા ખીલે છે, આપણે મૌલિકતાથી વિચારતા થઇએ છીએ અને બહુ જ સહેલાઇથી આપણા પોતાને માટે એક મહત્વ્નું સ્થાન બનાવી શકીએ છીએ.
૪)  કોઈપણ પરિસ્થિતિ તમને વિચલીત નહીં કરી શકે:
યુવાન હોઈએ ત્યારે ઘણીવાર જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિઓથી વ્યગ્ર થઈ જઈએ છીએ. ક્યારેક તો આવી મુશ્કેલીઓ આપણને પાયમાલ કરી મૂકે તેવી લાગે. ધ્યાન આપણી અંદર એક એવી શક્તિ પ્રદાન કરે છે તેમજ એક સ્વીક્રુતિની વ્રુતિ પણ લાવે છે જેને લીધે મુશ્કેલ  પરિસ્થિતિને શાંત મનથી સંભાળી શકીએ છીએ. તે આપણાંમાં વધુ જવાબદારીની ભાવના પણ વિકસાવે છે અને એક બહેતરવ્યક્તિ બનવામાં મદદ કરે છે. આપણે વરસાદને કાબૂ નથી કરી શક્તા પરંતુ જો આપણી પાસે છત્રી હોય તો વધુ આત્મવિશ્વાસથી આગળ વધી શકીએ છીએ. ધ્યાન એ મુશ્કેલ પરિસ્થિતિમાં છત્રી સમાન છે.
૫)  ધ્યાનમાં મસ્ત બનો:
ધ્યાન એક કાયમી પૂરક તરીકે ધૂમ્રપાન ઓછું કરવામાં અને છોડવામાં મદદ કરે છે. ધ્યાન મસ્ત રહેવા માટેનું એક સાહજિક સાધન છે; અને તે પણ સજગતા કે સ્વાસ્થ્ય ગુમાવ્યા વિના. ધૂમ્રપાન કરવાની કે શરાબનું સેવન કરવાની કે બીજા કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરવાની તીવ્ર ઈચ્છામાંથી ધ્યાન મનને મૂક્ત કરે છે. માટે ધૂમ્રપાન છોડો અને જીવવાનું શરુ કરો.
૬)  તમારી ઉર્જાને યોગ્ય દિશામાં વાળો:
આપણે યુવાનો ઉર્જા, ઉત્સાહ અને સર્જનાત્મક્તાના સાગર છીએ. ધ્યાન આપણી ક્ષમતાને પૂર્ણપણે ખીલવવામાં આપણને મદદ કરે છે. આપણે વધુ સર્જનાત્મક અને ગતીશીલ બનીએ છીએ અને આપણી ઉર્જાને સર્જનાત્મક તથા હકારાત્મક કાર્યો કરવામાં વાળી શકીએ છીએ.
૭)  માતા પિતા સાથે સંબંધ દ્રઢ બનાવો:
ધ્યાન કરવાથી આપણે આપણા માતા પિતા સાથે વધુ આવડતથી અને શાંતિથી સંવાદ કરી શકીએ છીએ. તેથી પરસ્પર ગેરસમજ ઓછી થાય છે. ધ્યાન આપણને આપણી પસંદગીમાં વધુ સજગ અને યુક્તિપૂર્ણ રહેવામાં પણ મદદ કરે છે. જેથી આપણે આપણી પોતાની ઈચ્છાઓ અને આપણા માતા-પિતાની સલાહ વચ્ચે સંતુલન જાળવી શકીએ.
                                                                             પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીની જ્ઞાન-વાતો દ્વારા પ્રેરિત. 

Wednesday, November 23, 2016

સહકારી બેંકો પણ નોટ બદલી આપશે : ૩૧ ડિસે. સુધી ડેબિટ કાર્ડ પર સર્વિસ ચાર્જ નહિ : ઇ-વોલેટની લીમીટ ડબલ

ગ્રામિણ વિસ્તારોમાં રોકડની સમસ્યા દુર કરવા સહકારી બેંકોને વધુ રોકડ અપાશે :
૨૧૦૦૦ કરોડ આપવા એલાન :
ફોનથી ટ્રાન્જેકશન ઉપર પણ સર્વિસ ચાર્જ નહિ લાગે :
Rupay કાર્ડ પર સ્વિચિંગ ચાર્જ સમાપ્ત :
નાણાકીય બાબતોના સચિવ શકિતકાંત દાસની જાહેરાત

નાણા સચિવ શકિતકાંત દાસે નોટબંદીને પગલે ઓનલાઇન ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ડેબિટ કાર્ડના ઉપયોગ પર સર્વિસ ટેકસ નહીં લાગે. સરકાર તેને હટાવી રહી છે. ઇ વોલેટની લિમિટ પણ ડબલ કરી દેવામાં આવી છે. દાસે જણાવ્યું છે કે ઇ વોલેટ પરથી પણ સરકાર સ્વિચિંગ ચાર્જ હટાવી ચૂકી છે. ૩૧ ડિસેમ્બર સુધી ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ પર પણ સર્વિસ ચાર્જ હટાવવામાં આવ્યો છે.
      દાસે જણાવ્યું છે કે ખેડૂતો સુધી ફંડ પહોંચાડવા માટે નાબાર્ડ જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકોને ૨૧ હજાર કરોડ પિયા આપવામાં આવ્યાં છે. નાબાર્ડ દ્વારા ખેડૂતોને પૈસા આપવામાં આવશે. દાસે જણાવ્યું છે કે સાર્વજનિક ક્ષેત્રોમાં બેંક અને કેટલીક ખાનગી બેંકો ૩૧ ડિસેમ્બર સુધી ડેબિટ કાર્ડના ઉપયોગ પર સર્વિસ ટેકસ નહીં વસૂલે. ફિચર ફોન દ્વારા કરવામાં આવતી લેવડ દેવડ પર ૩૧ ડિસેમ્બર સુધી સર્વિસ ટેકસ વસુલવામાં નહીં આવે.
      નાણા સચિવે જણાવ્યું છે કે તમામ સરકારી સંગઠનો, સાર્વજવિત ઉપક્રમો અને સરકારી એજન્સીઓને સલાહ આપવામાં આવી છે કે વેતન અને અન્ય ખર્ચાઓ માટે ડિજિટલ મનીનો ઉપયોગ કરે. રિઝર્વ બેંકે કેશ વોલેટની લીમિટ વધારી ૨૦ હજાર કરી દીધી છે.
      નોટબંધીને કારણે રવિ પાકોની ખેતીમાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અનેક મહત્વના નિર્ણય લીધા છે. બુધવારે આર્થિક બાબતોના સચિવ શકિતકાંત દાસે ખેડૂતો માટે રાહતજનક જાહેરાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં દાસે જણાવ્યું કે, સરકારે ખેડૂતોને ફંડ આપવા માટે આ નિર્ણયો લીધા છે.

અકિલા ન્યુઝ માંથી સાભાર..

Monday, October 21, 2013

ભગવાનનો પત્ર.....

તારીખ : આજની જ.
પ્રતિ, તમોને જ
વિષય : જિંદગી અને તમે
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય
.
અને છેલ્લે…. હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાન

Tuesday, September 10, 2013

સમય...

સમયની વ્યાખ્યા કોઈકે બહુ સુંદર રીતે કરી છે...
તમે રાહ જુઓ ત્યારે તે ધીમો હોય છે..!
તમે જ્યારે મોડા હોવ ત્યારે તે ઝડપી હોય છે..!
તમે જ્યારે દુ:ખી હોવ ત્યારે તે મારકણો કે પીડાદાયી હોય છે..!
તમે જ્યારે સુખી કે આનંદમાં હોવ ત્યારે તે ટૂંકો હોય છે..!
તમે જ્યારે પીડા કે વેદનામાં હોવ ત્યારે તે અનંત હોય છે,અખૂટ હોય છે..!
તમને કંટાળો આવતો હોય ત્યારે તે લાંબો હોય છે..!

આમ જીવનમાં ઘણી વાર સમય તમારી લાગણીઓ અને તમારી મનોસ્થિતી દ્વારા નક્કી થતો હોય છે, ઘડીયાળના કાંટા દ્વારા નહિ...

આથી જ હંમેશા ખુશ રહો, તમારો સમય સારો છે એવું સતત માનતા રહો, અનુભવતા રહો..!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

યાદ રાખો... : સમય દરેકને એક સરખી તક આપે છે.

દરેક મનુષ્ય પાસે દરરોજ એક સરખો જ સમય,એક સરખાં કલાક,એક સરખી ક્ષણો હોય છે.ધનવાન પૈસા ખર્ચી વધુ ક્ષણો ખરીદી શકતા નથી.વૈજ્ઞાનિકો નવી ક્ષણો શોધી શકતા નથી.તમે આવતી કાલે ખર્ચવા માટે આજે ક્ષણો બચાવી શકતા નથી.

આમ છતાં,સમય દરેક માટે સરખો ન્યાયી અને ઉદાર છે.ભલે તમે ભૂતકાળમાં,અત્યાર સુધીમાં ગમે એટલો સમય વેડફી નાખ્યો હોય,આખી આવતી કાલની ભેટ સમય તમને આપશે જ.

તમે એનો શાણપણપૂર્વક અને કુનેહથી ઉપયગ કરશો તો સફળતાને વરશો.આ માટે તમારે આયોજન કરવું પડશે,કઈ બાબતને કે કયા કામને અગ્રતા ક્રમ આપવો એ નક્કી કરવું પડશે જેને 'પ્રાયોરીટી સેટીંગ' કહે છે.

સમય પૈસા કરતાં અનેક ગણો વધુ શક્તિશાળી છે અને તેને વેડફી તમે પોતે જ તમારી સફળતાના દ્વાર બંધ કરી દેતા હોવ છો...

Monday, August 5, 2013

સુવિચાર સંચય – સંકલિત

[‘બૃહદ સુવાક્ય સંચય’ પુસ્તકમાંથી સાભાર.]
[1] અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે. – નગીનદાસ સંઘવી
[2] શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે, સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું, કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ માંગતું હોય – મનસુખ સલ્લા
[3] આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે. જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની ! – હરીન્દ્ર દવે
[4] શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે. – શેક્સપિયર

[5] હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે. – પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)
[6] ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે. – સી.બી. જોન્સન
[7] કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને ! – શ્રીમાતાજી
[8] સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે. એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે. – શૉપનહૉવર
[9] પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે. – ગાંધીજી
[10] ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે, અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે. – ચંદ્રકાન્ત બક્ષી.
[11] હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ
[12] માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે. – ભૂપત વડોદરિયા.
[13] સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે. – જયવતી કાજી
[14] એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે. – રવીન્દ્રનાથ ટાગોર
[15] કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ પડી હોય. – સંકલિત
[16] જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે. – ભગવતીચરણ વર્મા
[17] સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું. – મહાભારત
[18] ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન. – મોહમ્મદ માંકડ
[19] મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે – કાંતિલાલ કાલાણી
[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ? – રત્નસુંદરવિજયજી

Saturday, August 3, 2013

સાચો મિત્ર...

 

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મારી સમક્ષ કં પણ બોલતા પહેલા વિચાર કરવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

મારી હાજરીમાં તું જરા જેટલો પણ સંકોચ અનુભવતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

હું તારા માટે કંઈ પણ કરું તેનો તારે આભાર માનવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મને વિનંતી કરવી પડતી હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું વિચારતો હોય કે હું તારા જીવનની નવી ફિલોસોફી જાણવા ઉત્સુક નથી!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું હું જે કહું તે જ સમજે પણ હું જે ન કહું તે ન સમજતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તારા સ્વપ્નો વિષે સાંભળતા મને ઉંઘ આવી જશે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તને દુ:ખમાં જોઈને મારી આંખમાં આંસુ નહિં આવે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે આપણી પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી એ મને યાદ નહિં હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને એ ન દેખાતું હોય કે કઈ રીતે હું તને ખુશ કરવાના હજારો પ્રયત્ન કરતો રહું છું!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને ખ્યાલ ન આવતો હોય કે કઈ રીતે ફક્ત તારું એક સ્મિત મારો દિવસ સાર્થક કરી નાંખે છે!

હું તારો સાચો મિત્ર નથી જો...

જ્યારે તને ખરેખર ખૂબ વાત કરવાની ઇચ્છા હોય પણ તું મારી સામે ચૂપ રહેતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને જ્યારે એવી ઇચ્છા થતી હોય કે આપણે સાથે રહેવું જોઇએ પણ છતાં તું મને એમ કહેતા ખચકાતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું મને હું તારા માટે શું છું એ કહેવામાં ખૂબ વધારે સમય લેતો હોય! શું હું ખરેખર તારો મિત્ર છું?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તમારું હ્રદય તમારો પ્રેમ છે...

તમારો પ્રેમ તમારું કુટુંબ છે...

તમારું કુટુંબ તમારું ભવિષ્ય છે...

તમારું ભવિષ્ય તમારું નસીબ છે...

તમારું નસીબ તમારી મહત્વકાંક્ષા છે...

તમારી મહત્વકાંક્ષા તમારી આશા છે...

તમારી આશા તમારો પ્રેરણાસ્ત્રોત છે...

તમારો પ્રેરણાસ્ત્રોત તમારી શ્રદ્ધા છે

તમારી શ્રદ્ધા તમારી શાંતિ છે...

તમારી શાંતિ તમારું લક્ષ્ય છે...

તમારું લક્ષ્ય તમારા મિત્રો છે..

જીવન મિત્રો વગર રસહીન છે...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મિત્રતાની ભાષા શબ્દોની નહિં,અર્થની છે.

જીવન અડધું આપણે તેને જે બનાવીએ તે છે અને બાકીનું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ છીએ તેના દ્વારા બને છે.

દરેક મનુષ્ય જીવનમાં સાચા મિત્ર શોધતો હોય છે.

મિત્ર બનવું એ ખૂબ ઝડપથી થઈ શકે છે,પણ મિત્રતા એ ધીરે ધીરે પાકતું ફળ છે.

મિત્ર એ છે જે તમને સંપૂર્ણપણે જાણે છે અને છતાં તમને પસંદ કરે છે.

જેનો એકાદ મિત્ર હોય એવો કોઈ જ માણસ નકામો હોતો નથી.

પ્રેમ કોઈક મહાન માણસ કરતાં પણ મહાન હોય છે,મિત્રતા પ્રેમ કરતાં પણ મહાન હોય છે.
ભગવાન કરે તમને ખૂબ બધાં મિત્રો મળે અને એ પણ સાચા મિત્રો!

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, July 3, 2013

આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ !

Ever Young And Happy To Have These Policies Miracle

આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ  !

એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીશો તો રહેશો જવાન

આપણા જીવન માટે પાણી અનમોલ છે અને તેના વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકાતી. પાણીથી શરીરને ઊર્જા મળે છે અને ભોજન પચાવવામાં સહાયતા મળે છે.

આ વાતનું મહત્વ સમજતા સેકંડો વર્ષ પહેલા એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીવું જોઈએ. સેકંડો વર્ષ પહેલા ભારતમાં એક વિદ્વાન થયા હતા જે કુશળ રાજનીતિજ્ઞ, કુટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી હતા અને તે હતા આચાર્ય ચાણક્ય. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચાણક્યનો રંગ કાળો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ દેખાવે સુંદર ન હતા પરંતુ બુદ્ધિના મામલામાં તેમનો કોઈ જ મુકાબલો ન કરી શકતો હતો.

આગળ વાંચો આચાર્ય ચાણક્ય અનુસાર પાણી સાથે જોડાયેલી ખાસ વાત જે તમને હંમેશા સ્વસ્થ રાખશે....

આચાર્ય ચાણક્યે બતાવ્યું છે કે ખોટા સમયે પાણી પીવાથી તે ઝેર સમાન કામ કરે છે. આથી આ બાબતે અહીં એક નીતી તેમને બતાવી છે.

આચર્ય ચાણક્ય કહે છે કે...

अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्।

भोजने चाऽमृतं वारि भोजनान्ते विषप्रदम्।।

આ શ્લોકમાં આચાર્ય કહે છે કે ભોજન કરતી વખતે પાણી પીવા બાબતે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભોજન આપણા શરીરને કામ કરવા માટે ઊર્જા પ્રદાન કરે છે. ભોજન જો યોગ્ય રીતે પચે નહીં તો પેટ સંબંધી રોગ થવાની શક્યતા રહે છે.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ભોજન પછી પાણી ત્યાં સુધી ન પીવું જોઈએ જ્યાં સુધી તે પચી ન જાય. જો કોઈ વ્યક્તિ ભોજન પછી તરત જ પાણી પી લે તો તેના પાચનતંત્રને પચાવવામાં પરેશાની આવે છે. જો ભોજન સારી રીતે પચે નહીં તો શરીર યોગ્ય રીતે ઊર્જા પ્રાપ્ત નહીં કરી શકે.

ભોજન પછી તરત જ પાણી પીવાથી તે વિષ(ઝેર)ની સમાન કામ કરે છે, ભોજન પચવામાં અડચણ પેદા કરે છે. જો તમે ઈચ્છો તો ભોજનની વચ્ચે થોડું-થોડું પાણી પી શકો છો પરંતુ વધુ પાણી પીવું નુકસાનદાયી હોઈ શકે છે.

જ્યારે ભોજન પૂરી રીતે પચી જાય અને ત્યારબાદ ભોજન પીવામાં આવે તો તે અમૃતની સમાન કામ કરે છે. શરીરમાં ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે અને પેટ અને પાચનતંત્ર પણ સ્વચ્છ રહે છે. કબજિયાત, એસીડીટી, અપચો વગેરે પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. જો આપણું પેટ યોગ્ય રીતે કામ કરશે તો તમને વિશ્વાસ નહીં બેસે કે તમે ક્યાં સુધી યુવાન બની રહી શકશો.

આગળ વાંચો નાની-નાની નીતિઓ જે શાસ્ત્રો અને વિદ્વાનો દ્વારા બતાવવામાં આવી છે....

 આ સંસારમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુઓ છે- એક દુઃખ અને બીજુ છે શ્રમ. દુખ વગર હૃદય નિર્મળ નથી થતું અને શ્રમ વગર મનુષ્ય તત્વનો વિકાસ નથી થતો.- આચાર્ય શ્રીરામ શર્મા.

‘શિ’નો અર્થ છે પાપોનો નાશ કરનાર અને ‘વ’નો અર્થ હોય છે મુક્તિ આપનારો. ભોલેનાથમાં આ બંને ગુણ છે એટલે તેઓ શિવ કહેવાયા છે- બ્રહ્મવૈવર્ત પુરાણ.

ચંદ્ર, હિમાલય પર્વત કેળાનું ઝાડ અને ચંદન શીતળ માનવામાં આવે છે, અને આમાંથી એટલુ શીતલ કંઈ જ નથી જેટલુ મનુષ્યનું તૃષ્ણા રહિત ચિત.-વિશિષ્ઠ.

ચાપલૂસીનો ઝેરીલો પ્યાલો ત્યાંથી કંઈ જ નુકસાન નથી પહોંચાડી નથી શકતો જ્યાં સુધી તમારા કામ તેને અમૃત સમજીને પીવામાં ન આવે- પ્રેમચંદ



દુનિયાનું અસ્તિત્વ શસ્ત્રબળ ઉપર નહીં, સત્ય, દયા અને આત્મબળ ઉપર છે- મહાત્મા ગાંધી.

સંપદાને જોડી-તોડીને રાખનારાઓ શું જાણે કે દાનમાં કેટલી મીઠાશ છે- આચાર્ય શ્રીરામ શર્મા.

માનવીનું માનવી હોવું જ તેની સૌથી મોટી જીત છે, દાનવ હોવું હાર છે અને મહામાનવ હોવું ચમત્કાર છે- ડો. રાધાકૃષ્ણન.

વૃક્ષ પોતાની ઉપર ગરમી સહન કરે છે અને પોતાની છાયમાં બીજાનો તાપ દૂર કરે છે- તુલસીદાસ.

મહાન વ્યક્તિ મહત્વાકાંક્ષાના પ્રેમથી ખૂબ વધુ આકર્ષિત થાય છે- પ્રેમચંદ.

પ્રલય થાય ત્યારે સમુદ્ર પણ પોતાની મર્યાદાને છોડી દે છે પરંતુ સજ્જન લોકો મહાવિપત્તિમાં પણ મર્યાદાઓ નથી છોડતા- ચાણક્ય.
આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ !

એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીશો તો રહેશો જવાન

આપણા જીવન માટે પાણી અનમોલ છે અને તેના વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકાતી. પાણીથી શરીરને ઊર્જા મળે છે અને ભોજન પચાવવામાં સહાયતા મળે છે.

આ વાતનું મહત્વ સમજતા સેકંડો વર્ષ પહેલા એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીવું જોઈએ. સેકંડો વર્ષ પહેલા ભારતમાં એક વિદ્વાન થયા હતા જે કુશળ રાજનીતિજ્ઞ, કુટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી હતા અને તે હતા આચાર્ય ચાણક્ય. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચાણક્યનો રંગ કાળો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ દેખાવે સુંદર ન હતા પરંતુ બુદ્ધિના મામલામાં તેમનો કોઈ જ મુકાબલો ન કરી શકતો હતો.

આગળ વાંચો આચાર્ય ચાણક્ય અનુસાર પાણી સાથે જોડાયેલી ખાસ વાત જે તમને હંમેશા સ્વસ્થ રાખશે....

આચાર્ય ચાણક્યે બતાવ્યું છે કે ખોટા સમયે પાણી પીવાથી તે ઝેર સમાન કામ કરે છે. આથી આ બાબતે અહીં એક નીતી તેમને બતાવી છે.

આચર્ય ચાણક્ય કહે છે કે...

अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्।

भोजने चाऽमृतं वारि भोजनान्ते विषप्रदम्।।

આ શ્લોકમાં આચાર્ય કહે છે કે ભોજન કરતી વખતે પાણી પીવા બાબતે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભોજન આપણા શરીરને કામ કરવા માટે ઊર્જા પ્રદાન કરે છે. ભોજન જો યોગ્ય રીતે પચે નહીં તો પેટ સંબંધી રોગ થવાની શક્યતા રહે છે.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ભોજન પછી પાણી ત્યાં સુધી ન પીવું જોઈએ જ્યાં સુધી તે પચી ન જાય. જો કોઈ વ્યક્તિ ભોજન પછી તરત જ પાણી પી લે તો તેના પાચનતંત્રને પચાવવામાં પરેશાની આવે છે. જો ભોજન સારી રીતે પચે નહીં તો શરીર યોગ્ય રીતે ઊર્જા પ્રાપ્ત નહીં કરી શકે.

ભોજન પછી તરત જ પાણી પીવાથી તે વિષ(ઝેર)ની સમાન કામ કરે છે, ભોજન પચવામાં અડચણ પેદા કરે છે. જો તમે ઈચ્છો તો ભોજનની વચ્ચે થોડું-થોડું પાણી પી શકો છો પરંતુ વધુ પાણી પીવું નુકસાનદાયી હોઈ શકે છે.

જ્યારે ભોજન પૂરી રીતે પચી જાય અને ત્યારબાદ ભોજન પીવામાં આવે તો તે અમૃતની સમાન કામ કરે છે. શરીરમાં ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે અને પેટ અને પાચનતંત્ર પણ સ્વચ્છ રહે છે. કબજિયાત, એસીડીટી, અપચો વગેરે પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. જો આપણું પેટ યોગ્ય રીતે કામ કરશે તો તમને વિશ્વાસ નહીં બેસે કે તમે ક્યાં સુધી યુવાન બની રહી શકશો.

આગળ વાંચો નાની-નાની નીતિઓ જે શાસ્ત્રો અને વિદ્વાનો દ્વારા બતાવવામાં આવી છે....

આ સંસારમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુઓ છે- એક દુઃખ અને બીજુ છે શ્રમ. દુખ વગર હૃદય નિર્મળ નથી થતું અને શ્રમ વગર મનુષ્ય તત્વનો વિકાસ નથી થતો.- આચાર્ય શ્રીરામ શર્મા.

‘શિ’નો અર્થ છે પાપોનો નાશ કરનાર અને ‘વ’નો અર્થ હોય છે મુક્તિ આપનારો. ભોલેનાથમાં આ બંને ગુણ છે એટલે તેઓ શિવ કહેવાયા છે- બ્રહ્મવૈવર્ત પુરાણ.

ચંદ્ર, હિમાલય પર્વત કેળાનું ઝાડ અને ચંદન શીતળ માનવામાં આવે છે, અને આમાંથી એટલુ શીતલ કંઈ જ નથી જેટલુ મનુષ્યનું તૃષ્ણા રહિત ચિત.-વિશિષ્ઠ.

ચાપલૂસીનો ઝેરીલો પ્યાલો ત્યાંથી કંઈ જ નુકસાન નથી પહોંચાડી નથી શકતો જ્યાં સુધી તમારા કામ તેને અમૃત સમજીને પીવામાં ન આવે- પ્રેમચંદ

દુનિયાનું અસ્તિત્વ શસ્ત્રબળ ઉપર નહીં, સત્ય, દયા અને આત્મબળ ઉપર છે- મહાત્મા ગાંધી.

સંપદાને જોડી-તોડીને રાખનારાઓ શું જાણે કે દાનમાં કેટલી મીઠાશ છે- આચાર્ય શ્રીરામ શર્મા.

માનવીનું માનવી હોવું જ તેની સૌથી મોટી જીત છે, દાનવ હોવું હાર છે અને મહામાનવ હોવું ચમત્કાર છે- ડો. રાધાકૃષ્ણન.

વૃક્ષ પોતાની ઉપર ગરમી સહન કરે છે અને પોતાની છાયમાં બીજાનો તાપ દૂર કરે છે- તુલસીદાસ.

મહાન વ્યક્તિ મહત્વાકાંક્ષાના પ્રેમથી ખૂબ વધુ આકર્ષિત થાય છે- પ્રેમચંદ.

પ્રલય થાય ત્યારે સમુદ્ર પણ પોતાની મર્યાદાને છોડી દે છે પરંતુ સજ્જન લોકો મહાવિપત્તિમાં પણ મર્યાદાઓ નથી છોડતા- ચાણક્ય.

Sunday, June 16, 2013

મારા પપ્પા સૌથી 'બેસ્ટ' હેપી ફાધર્સ ડે..

કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? તમારી મમ્મી તમને રોજ જમાડવાં માટે પાછળ દોડતી હોય અને તમે એક જ મિનિટમાં કહી દો છો કે મને નથી ભાવતું, બિચારી મમ્મી ફરી તમને તમારી ભાવતી વસ્તુ બનાવી આપશે. પણ કદી એ વિચાર કરો છો કે જો મમ્મી એકાદ મહિના માટે કશે જતી રહે તો?

શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.

દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.

તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.

પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?

તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.

જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.

-એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.

-તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.

-તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.

-અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.

આજના આ બદલતા જમાનામાં બાળકોને વધુ સારુ શિક્ષણ આપવા માટે પિતા વધુને વધુ મહેનત કરે છે. જે બાળકોના ભવિષ્ય તેઓ માટે આખો દિવસ બહાર રહે છે એ બાળકો સાથે સમય વિતાવવાનો તેમની પાસે આજે સમય નથી. તો આજે અપણે આપણા પિતાજી સાથે આજે પૂર્ણ દિવસ વિતાવી અને તેમનુ આપની જીંદગીમાં કેટલુ મહત્વ છે તે સમજીએ.

Friday, May 3, 2013

અમદાવાદ નેશનલ બુક ફેર

ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે શહેરમાં પહેલી મેથી સાતમી મે સુધી રાષ્ટ્રીય પુસ્તક મેળો 'અમદાવાદ નેશનલ બુક ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ અને ગુજરાત પ્રકાશક મંડળના સહયોગથી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગયા વર્ષે પ્રથમ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષ કનૈયાલાલ મુનશીની ૧૨પમી અને રાજેન્દ્ર શાહની ૧૦૦મી જન્મ શતાબ્દીનું વર્ષ હોવાથી આ પુસ્તક મેળામાં સૌ પ્રથમ દિવસે તેમની શતાબ્દી વંદનાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી વિદ્વાનો ઉપસ્થિત તો રહેશે જ, પણ સાથે સાથે ઓડિશાના પ્રખ્યાત લેખક અને પદ્મશ્રી મનોજ દાસ પણ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ 'ધ ઇન્ટ્રિક રૂટ ઓફ લિટરેચર’ વિશે વક્તવ્ય આપશે.
આ ઉપરાંત દરરોજ બાળકો અને યુવાનોને રસ પડે તેવાં સાહિ‌ત્યને લગતા વિવિધ કાર્યક્રમો પણ આ બુક ફેરમાં આયોજિત થશે. જેમાં બાળકો માટે પિક્ચર સ્ટોરી વર્કશોપનું આયોજન કરાશે. આ ઉપરાંત પુસ્તક પ્રકાશકોને તેમના વ્યવસાયને લગતી કેટલીક માહિ‌તી પણ પૂરી પડાશે. જેમાં કોપીરાઇટના કાયદા, કેવી રીતે સારું પુસ્તક પ્રકાશિત કરી શકાય, બુક ટ્રેડ જેવા વિષયોને આવરી લેવાશે. રોજ સાંજે કન્વેન્શન સેન્ટરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં કવિ સંમેલન, લોક સાહિ‌ત્ય, સુગમ સંગીતના કાર્યક્રમો યોજાશે.
કઇ ભાષાનાં પુસ્તકો હશે?
આ પુસ્તક મેળામાં ગુજરાતી, હિ‌ન્દી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી, મરાઠી, બંગાળી, જેવી ૧૦થી ૧૨ ભાષાઓનાં પુસ્તકો હશે. ઉપરાંત વિવિધ ભાષામાંથી અનુવાદિત પુસ્તકો પણ અહીં જોવા મળશે.
કયા કયા પ્રકાશકો ભાગ લેશે?
આ પુસ્તક મેળામાં ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ, ગુજરાત સાહિ‌ત્ય અકાદમી, નવજીવન ટ્રસ્ટ, નવભારત સાહિ‌ત્ય મંદિર, આર.આર. શેઠની કંપની જેવા ગુજરાતના પ્રકાશકો તો ખરા જ, પણ સાથે સાથે નેશનલ બુક ટ્રસ્ટ, સાહિ‌ત્ય અકાદમી દિલ્હી, રાજકમલ પ્રકાશન જેવા રાષ્ટ્રીય ઉપરાંત જાપાન અને અન્ય દેશોમાંથી ઇન્ટરનેશનલ પ્રકાશકો પણ હાજરી આપશે.
૧૨પ વિદ્વાનોને મળવાનો લહાવો
આ માત્ર પુસ્તક મેળો નથી. આ સંસ્કૃતિ મેળો છે. આ મેળાનાં આયોજન અને તેને ચરિતાર્થ કરવામાં સામાન્ય જનથી માંડીને શ્રેષ્ઠ જનો સામેલ છે. યુવાનોએ આ મેળાનો ખાસ લાભ એમ લેવો જોઇએ કે અહીં આ સાત દિવસ દરમિયાન સવાસો જેટલા વિદ્વાનોને પ્રત્યક્ષ સાંભળવાનો અને મળવા- જોવાનો લાભ મળી શકશે.
રાજેન્દ્ર પટેલ: મહામંત્રી, ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ
ઝીણવટપૂર્વકનું આયોજન
આ વર્ષે આ પુસ્તક મેળાનું આયોજન અમે બમણા સ્કેલ પર કર્યું છે. મોટા સમૂહ માટે મંડપની વ્યવસ્થા અઘરી હોવાથી આ વખતે યુનિવર્સિ‌ટી કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કર્યું છે. ઉપરાંત આવનારા લોકોને કોઇ જ પ્રકારની અગવડ ન પડે તેનું કોર્પોરેશને ખૂબ જ ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે.
તેજસ ભંડારી: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

Saturday, April 20, 2013

રાશિ પરથી તમે જાણી શકો છો કે યુવતી તમને કેટલો પ્રેમ કરશે.


જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ પ્રમાણેની વ્યક્તિ તે પ્રમાણેનું વર્તન કરતી હોય છે રાશિ પરથી તમે જાણી શકો છો કે યુવતી તમને કેટલો પ્રેમ કરશે.

મેષ રાશિ
મેષ રાશિની યુવતીઓ સાચા પ્રેમની શોધ કરતી રહેતી હોય છે, પરંતુ જ્યારે પ્રેમ મળે ત્યારે તેઓ માત્ર આકર્ષાય છે, પ્રેમ કરી શકતી નથી. મેષ રાશિની મહિલા તમને પ્રભાવિત કરીને તમને પોતાની જાળમાં ફસાવી શકે છે. તેઓ હંમેશા પ્રેમીના જીવનમાં પોતાનું મહત્વ ઈચ્છતી હોય છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિની યુવતીઓને પ્રેમ નિર્મલ અને મધુર હોય છે, તેમના પ્રેમમાં મીઠાશ જોવા મળે છે. તેનો પ્રેમ ચુંબક જેવું કામ કરે છે. આ રાશિની મહિલાઓ જેને પણ પ્રેમ કરે છે, તેની સાથે ઈમાનદારીથી પ્રેમ કરે છે. આવી યુવતીઓનું મન શાંત અને સ્થિર હોય છે. તેઓ દેખાવ કરવામાં માનતી નથી, પરંતુ જો તેઓને ગુસ્સો આવી જોય તો શાંત રાખવું અઘરું બની જાય છે. આવી મહિલાઓ એક જ પ્રેમી ઈચ્છતી હોય છે અને વિશ્વાસલાયક હોય છે.

મિથુન રાશિ

મિથુન રાશિની મહિલાઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવની હોય છે. જો તેને પોતાના પ્રેમી પર શંકા જાય તો કોઈપણ રીતે શોધી કાઢે છે. તેઓ ચંચળ સ્વભાવની હોય છે અને પ્રેમ માટે ભટકતી રહે છે. જો કે તેનો મતલબ એ નથી કે તેઓ બેવફા હોય છે, પરંતુ મિથુન રાશિમી મહિલા ઝડપથી કોઈ પુરુષના પ્રેમમાં પડતી નથી, તે પહેલાં પારખે છે. આવી મહિલાઓના સપનાં પણ ચંચળ હોય છે. તેઓ પ્રેમને પણ કાલ્પનિક રીતે જીવવા માંગે છે. આવી મહિલાઓ પોતાના જીવનનાં બધાં પાનાં સામેની વ્યક્તિ સામે ખોલી દે છે. આવી મહિલાઓમાં ઈર્ષ્યા ભાવ અન્ય રાશિની મહિલાઓ કરતાં વધુ હોય છે.

કર્ક રાશિ
કર્ક રાશિની મહિલાઓને આસાનીથી માનતી નથી. તેમના માટે પ્રેમમાં ગિફ્ટ, ફૂલ અને પ્રેમ પત્રો મહત્વનાં હોય છે અને આ વસ્તુઓ આપવાથી તે જલ્દી મોહિત થઈ જાય છે. તેઓને પ્રેમ કરવાની કોઈ ઉતાવળ હોતી નથી. તેઓ પ્રેમ કરે ત્યારે સમર્પિત થઈને રહેતી હોય છે. કર્ક રાશિની મહિલાઓ થોડી જીદ્દી સ્વભાવની હોય છે.

સિંહ રાશિ
સિંહ રાશિની મહિલાઓ સ્વભાવમાં તીવ્રતા અને ઝૂનુન ધરાવતી હોય છે. પુસ્તકો અને ફિલ્મોનાં પ્રેમને પામવાની કોશિશ સિંહ રાશિની યુવતીઓ પહેલાં કરતી હોય છે. તે પૂરી દુનિયામાં પોતાના પ્રેમને કેન્દ્રમાં રાખે છે. સિંહ રાશિની યુવતી સમાધાન કરવા તૈયાર થતી નથી. એક ક્ષત્રિય પ્રેમી સિંહ રાશિની યુવતી તરફ જલ્દી આકર્ષાય છે.

કન્યા રાશિ
કન્યા રાશિની યુવતીમાં આંતરિક શક્તિ અને દ્દઢ સંકલ્પ કરવાની શક્તિ હોય છે. તેઓના વ્યવહારમાં પણ પ્રેમ દેખાઈ આવે છે. તેઓ ભાવુક હોય છે અને સંબંધો પ્રત્યે વધુ ધ્યાન આપે છે. આવી યુવતીઓ એક સમયે એક જ યુવકને પ્રેમ કરતી હોય છે.

તુલા રાશિ
તુલા રાશિ વીનસ દ્વારા શાસિત હોય છે. પ્રેમમાં સંતુલન રાખી શકે છે. તે પ્રેમનો ભરપૂર આનંદ માણે છે અને તેને સમર્પિત થઈને રહે છે. તેઓ આરામપ્રિય અને પ્રેમ ઈચ્છુક હોય છે. તેઓ દિમાગથી ખેલવું પસંદ કરતી નથી.

વૃક્ષિક રાશિ
વૃક્ષિક રાશિની મહિલાઓ પ્રેમમાં ભરપૂર પડવા માંગે છે અને સેક્સી હોય છે. તેઓ છૂપાવવામાં માહેર હોય છે અને ગંભીર રહેતી હોય છે. વાસ્તવિક ભાવનાઓ સાથે તેમને કોઈ ખાસ નિસ્બત હોતી નથી.

ધન રાશિ
ધન રાશિની મહિલાઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ પતિની કલ્પના કરતી હોય છે. તેઓ પ્રેમની શરૂઆત પહેલાં દોસ્તીથી થાય તેવું ઈચ્છતી હોય છે. આવી મહિલાઓ ઈમાનદાર અને વિશ્વસનીય હોય છે.

મકર રાશિ
મકર રાશિની મહિલાઓ ના તો પહેલી જ નજરમાં પ્રેમમાં પડે છે અને ના તો પ્રેમ પાછળ સમય બરબાદ કરવા ઈચ્છે છે. તેઓ પ્રેમમાં વિશ્વાસ કરે છે, પરંતુ ભાગ્ય પર વિશ્વાસ કરતી નથી. તે અન્યો કરતાં પોતાની જાત પર પહેલા ભરોસો રાખે છે. તે પહેલાં પોતાના સાથીને સમજવાની કોશિશ કરે છે અને બાદમાં પોતાની સંમતિ દર્શાવે છે.

કુંભ રાશિ
કુંભ રાશિની મહિલાઓ માટે પ્રેમ એ માત્ર એક રમત છે, પરંતુ ખૂબ જ વિશ્વાસ સાથે તેઓ આ રમત રમી લેતી હોય છે. તે અવારનવાર પોતાના પ્રેમીની પરીક્ષા લેવાનું ઈચ્છતી હોય છે. પ્રેમી સાથે તે દરેક તકલીફમાં ઉભી રહેવા તૈયાર રહે છે.

મીન રાશિ
મીન રાશિની મહિલાઓ પ્રેમ માટે અલગ જ લાગણી ધરાવે છે. તેઓ સપનામા પણ પ્રેમ જોવાનું ઈચ્છતી હોય છે. તેઓ સમય વીતતો જાય તેમ પ્રેમમાં ગંભીર થતી હોય છે. તે બરાબર તપાસ બાદ જ પ્રેમીને હા પાડતી હોય છે. આવી મહિલાઓને અન્ય સુખ કરતાં પ્રેમમાં અલિપ્ત રહેવું વધુ ગમતું હોય છે.

Friday, November 2, 2012

જરા વિચાર તો કરી જોજો.ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આત્મીયતા ઉપર કોઈનો ઈજારો નથી અને સંવેદના કોઈની મોહતાજ નથી. શરીરમાં ધબકતાં દિલને સંકોચાવા ન દઇએ તો દિલમાં આખી દુનિયાને સમાવી શકાય એટલી વિશાળતા છે. બધું જ જીવી શકો, બધું જ ઝીલી શકો અને પ્રકૃતિના દરેક કણને અને તમામ રંગને માણી શકો તો જીવનની કોઈ પણ ઉંમરે બચપણ અનુભવી શકો. ઉંમર માણસને ઘરડાં નથી બનાવતી પણ માનસિકતા માણસને બુઢ્ઢા કરી દે છે.

રોલર કોસ્ટર જેવો રોમાંચ જ્યારે રોકીંગ ચેરમાં થવા લાગે ત્યારે સમજવું કે આપણને ઉંમરની અસર થવા લાગી છે. થ્રીલ ફીલ કરવાની કોઈ ઉંમર નથી હોતી. નાના બાળકનું ઓબ્ઝર્વેશન કરજો. એ આંખો ફાડી ફાડીને બધું નીરખતું રહે છે. મોટું થઈ જાય પછી એને એવું થાય છે કે આ તો જોઈ લીધું છે.

એવું ક્યાંય લખ્યું છે કે આટલી ઉંમર થઈ જાય પછી દરિયાના પટમાં રેતીનું મકાન ન બનાવવું? કિશોર કે યુવાન વય થાય પછી શેરીમાં ભરાયેલા વરસાદના પાણીમાં કાગળની હોડી ન ચલાવવી! તમને જે ગમતું હતું તેવું કરવાની કોણ ના પાડે છે?

આપણે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે મારાથી આ ન થાય! ક્યારેક તમને ગમતું હોય એવું કંઈક કરી જોજો, ઉંમર ઘટીને નાની થઈ જશે. બચપણ અને બુઢાપામાં માત્ર માનસિકતાનો જ ફર્ક હોય છે. તમારી જાતને એટલી મોટી ન બનાવી દો કે તમારું બચપણ જ ભૂલી જાવ!

સંપર્કના સાધનો વઘ્યા છે છતાં કેમ માણસ એક-બીજાથી દૂર જઈ રહ્યો હોય એવું લાગે છે? તમારા મોબાઈલની ફોન બુકમાં કેટલા નંબર છે? એવો કયો નંબર છે જે એક વખત સેવ કર્યા પછી તમે ક્યારેય એ નંબર પર ફોન નથી કર્યો? કનેક્ટેડ થયા પછી આપણે વિચારતા નથી કે આપણે એટેચ્ડ છીએ? તમારા દિલની વાત કહી શકાય એવા કેટલા લોકો તમારી પાસે છે?

ફેસબુક અને ઓરકૂટ ઉપર આપણે મિત્રોને એડ કરતાં જઈએ છીએ અને પછી એવો સંતોષ માની લઈએ છીએ કે આપણું ગ્રુપ બહુ મોટું છે. ફેસબુકનું લિસ્ટ કાઢીને ક્યારેય વિચાર્યું છે કે આમાંથી કેટલાં લોકોની અંગત વાતો મને ખબર છે? એ પૈકીના કેટલા લોકોને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખબર છે? મોટાભાગે જસ્ટ હાય- હલો જ કહેવાય છે. દિલમાં ભાર લાગતો હોય એ વાત કેમ દિલમાં જ રહે છે?

સર્ચ એન્જિનથી જૂના મિત્રો મળી જાય છે પણ આત્મીયતા? કંઈક કહેવાનું કે વાત શેર કરવાનું મન થાય ત્યારે કોઈ હોતું નથી! દિલનું સર્ચ એન્જિન ખોટકાઈ જાય છે. દિલના સર્ચ એન્જિનમાં તમે ક્યારેય કોઈ સર્ચ આપી છે? ચલો, એક પ્રયત્ન કરો. દિલના સર્ચ એન્જિનને શોધવાનું કહો, બેસ્ટ ડે ઓફ માય લાઈફ! જિંદગીનો સુંદર દિવસ!

દિલ પર ક્લિક કરો. કંઈ મળ્યું? કયો હતો એ દિવસ? તમે જિંદગીમાં જેટલા દિવસો વિતાવ્યા હોય એમાંથી યાદગાર દિવસો શોધી કાઢો, પછી જિંદગીના દિવસો સાથે સરખામણી કરી ટકાવારી કાઢો, રિઝલ્ટ ઝીરો પોઈન્ટ ઝીરો સમથિંગ સમથિંગ હશે! બાકીના દિવસો ખરાબ હતા?

ના! ઘણાં દિવસો સારા હતા પણ તેને આપણે પરમેનન્ટ ડિલિટ કરી નાખ્યા હોય છે! સુખની ચિઠ્ઠી આપણે ભાગ્યે જ ખોલીએ છીએ. માણસની કૂતુહલતા બૂઠ્ઠી ન થઈ જાય તો સંવેદના ક્યારેય બુઠ્ઠી થતી નથી. આપણે મોટા થતાં જઈએ તેમ આપણામાં જીવંત બાળપણને મારતાં જઈએ છીએ.

પછી તેનો ખરખરો કરતાં રહીએ છીએ. દિલમાં ચણાયેલી આવી કબરોને ઉખેડી નાખી તેમાં દબાયેલી ક્ષણોને પાછી જીવતી કરો, જીવન એકશન રિપ્લે જેવું નહીં પણ લાઈવ લાગશે!

Saturday, January 21, 2012

એક નજર કરો ભીતર અને બહાર...

શું કરવું કે શું ન કરવું એ જો નક્કી કરવા જઇએ તો ગૂંચવાઇ જવાના. પરંતુ જે કાર્ય કરીએ છીએ તે અને તે શા માટે કરીએ છીએ એ અંગે જાગૃત હોઇએ તો ઘણા રસ્તાઓ ખૂલવા માંડે.

ફેમસ જોક એવો છે કે શેરીમાંથી પસાર થતી વેળા ગંગારામ છોકરાઓને ‘બોલો, દુનિયાની સૌથી મોટી નદી કઇ?’ એવા ભાતભાતના જનરલ નોલેજના પ્રશ્નો પૂછે. મહોલ્લાના છોકરાઓને એકેય પ્રશ્નો જવાબ આવડે નહીં. એક દિવસ ગંગારામે પૂછ્યું, ‘લાલુપ્રસાદ યાદવ કોણ છે?’ છોકરાઓ નિરુત્તર. ગંગારામે ઉપદેશવાણી શરૂ કરી. 

શું આખો દિવસ ટિચાયા કરો છો? આજુબાજુ જુઓ, દુનિયા ફરો અને માહિતગાર રહો. એક છોકરો જરીક ટીખળી હતો. એણે ગંગારામને પ્રશ્ન કર્યો, ‘અંકલ, તમને ખબર છે મંગારામ કોણ છે?’ અંકલે ટાલ ખંજવાળી, પણ મંગારામ નામના ડેટા એમની હાર્ડડિસ્કમાં હતા જ નહી. છેવટે પેલા ટીખળીએ વિજયી મુદ્રામાં કહ્યું, ‘ઘરમાં રહો અને અંદર જુવો તો ખબર પડે કે મંગારામ કોણ છે ?!’

ગામ, દેશ, દુનિયા અને બ્રહ્નાંડમાં શું ચાલી રહ્યું છે એની માહિતી મેળવવા આપણે સદાય તત્પર રહીએ છીએ. એવા મહાપુરુષોને શું કહીશું કે જે સવાર સવારમાં સમાચારોને ખાઇ જવા ત્રાટક નજરે છાપાંને બટકાં ભરતા હોય છે? કેમ આપણને અન્ય અંગે જાણવા આટલી તો અધિરાઈ અને આતુરતા રહે છે? ઘણાં બધાં કારણો હોઇ શકે. એક તો, આપણી સઘળી ઇન્દ્રિય ઓ, કે જે દ્વારા આપણે વિશ્વને મળીએ છીએ. એ સ્વભાવિક રીતે બહારની તરફ ખૂલે છે. 

આંખની સામે જે ર્દશ્ય આવશે એને એ જોશે. કાન અવાજો અંદર લેશે પછી એ અવાજો પક્ષીગાનના હોય કે લુહારને ત્યાં થતી ટીપાટીપના. અને એ પણ, આપણે થોડેઘણે અંશે, વર્તમાન ક્ષણમાં જીવતા હોઇએ તો જે સામે આવે એ બરાબર દેખાય અથવા આસપાસના અવાજો કાન થકી અંદર આવે, અથવા ઠંડા પાણીના ગ્લાસને પકડ્યોહોવા છતાં એની ઠંડક મહેસુસ થાય. 

બાકી, મોટેભાગે તો, આપણે ખોવાયેલા ખોવાયેલા જ રહેતા હોઇએ છીએ ને? વિચારોમાં, લાગણીઓમાં, માગણીઓમાં, ડરમાં... ધેટ મીન્સ, સમસ્યા બેવડી છે. એક તો ખોવાયેલા રહેવાને કારણે સામે જે આવે એનું જે માત્રામાં સેન્સેશન ફીલ કરવું જોઇએ એ કરી શકતા નથી અને જો કરી શકીએ છીએ તો એ આપણી બાહ્ય આતુરતાને પરિણામે હોય છે. 

બહારનું જાણવામાં રસ પડવાનું બીજું કારણ એ હોઇ શકે કે આપણે આપણામાં રસ પેદા કરી શક્યા નથી. ત્રીજું કારણ એ છે કે બહારની વાતોમાં ખોવાઇ જવાનું સહેલું સરળ છે. જે ખાલીપો અથવા સાયકોલોજિસ્ટ પીડા અંદર અનુભવાતી હોય એ જીરવવી અઘરી હોવાને કારણે ગામ વિકાસ, અણ્ણા આંદોલન, સચિનની એક્સોમી સદી, રમાબેનનું રમેશભાઈ જોડેનું લફરું, અતિશય ઠંડી, ડિસ્કવરી ઉપરના પ્રોગ્રામ વગેરે મુદ્દાઓની છણાવટ કરવામાં મજા પડે છે. પીડા કરતાં તો મજા સારી, એવા સાદા ગણિતને આપણે અનુસરીને છીએ. બીજાં પણ ઘણાં કારણો છે, પરંતુ લેખનો એ મુખ્ય મુદ્દો ન હોવાને કારણે એને અડકતાં નથી.

જે. કૃષ્ણમૂર્તિએ જોવા બાબતે ખાસ્સું એવું સિંચન કર્યું છે. એમની પરિભાષામાં કહીએ તો, જે જુવે છે એને ઓબ્ઝર્વર કહેવાય. જે ઓબ્ઝર્વ અથૉત નિરીક્ષણ કરે એ ઓબ્ઝર્વર. મતલબ કે તમે સુંદર દરિયાકિનારે છો અને બીચ, બીચ ઉપર મજા કરતાં લોકો, દૂર દેખાતી સ્ટીમરો, કિનારે લહેરાતાં નાળિયારીનાં વૃક્ષો વગેરેને જુઓ છો. હવે કૃષ્ણમૂર્તિ કહે છે કે ઓબ્ઝર્વર ઇઝ ઓબ્ઝવ્ર્ડ. મતલબ કે યથાર્થ જોવું એ નથી કે તમે દરિયાકિનારે ઉપર વર્ણવેલી અને ન વર્ણવેલી વસ્તુઓ જુઓ છો, યથાર્થ જોવું એ છે જ્યારે આ બધાને જોનારને તમે જુઓ છો. કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યારે તમે જોનારને (મતલબ કે તમને) જુવો છો ત્યારે જ જોયું કહેવાય. 

વિચાર વિસ્તાર કરીએ તો, ધારો કે તમે બીચ ઉપર આકર્ષક લોકોને જુઓ છો તો એમને જોતી વેળા તમારી અંદર જે ભાવ /હલનચલન/વિચારો પેદા થાય છે અને જોઇ શકો તો કંઇક જોયું. બાકી તો દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી! એન્ડ ધેટ ટુ, ન્યાયાધીશ બન્યા વિના જોવાનું. આપણું કેવું છે કે સારું શું અને ખરાબ શું એનું ટનબંધ નોલેજ હોવાથી, જો થોડુંક પણ ભીતર જોવાઇ જાય કે તરત જ આ તો ખરાબ કહેવાય એમ કહી જોવાની પ્રક્રિયા કોરણે મુકાઇ જાય અને ગિલ્ટભાવની દશા શરૂ થઇ જાય. 

કૃષ્ણમૂર્તિ આને ‘ચોઇસલેસ અવેરનેસ’ કહે છે. એવી જાગૃતિ એવી રીતે ભીતર જોવું કે આ ‘આ રીતે જોવું કે આ રીતે ન જોવું ’ એવી કોઇ પસંદગીને અવકાશ નથી. એકચ્યુઅલી, જીવનયાત્રામાં અવેરનેસ અથૉત જાગૃતિનું ખાસ્સું મહત્વ છે. દરેક સંતપુરુષે એમનાં સ્થળ-કાળ પ્રમાણે જાગૃતિનું મહત્વ વ્યક્ત કર્યું છે. નરસિંહ કહે, ‘જાગીને જોયું તો જગત દીસે નહીં.’ શ્રી માતાજીનું એક વિધાન છે કે પોતાની અંદર જે હલનચલન થઇ રહી છે એ તરફ સભાન થવું, અને જે કાર્ય કરીએ છીએ તે કાર્ય તરફ અને જે કાર્ય કરીએ છીએ તે તરફ જાગૃત થવું એ અનિવાર્યપણે સ્ટાર્ટિંગ પોઇન્ટ છે. 
શું સારું કે શું ખરાબ, અથવા તો શું કરવું જોઇએ કે શું ન કરવું જોઇએ એ જો આપણે નક્કી કરવા જઇએ તો અવશ્ય ગૂંચવાઇ જવાના. પરંતુ જે કાર્ય કરીએ છીએ તે અને તે કાર્ય શા માટે કરીએ છીએ એ અંગે જાગૃત હોઇએ તો ઘણા રસ્તાઓ ખૂલવા માંડે. ઓશોએ પણ વિવિધ ટેક્નિકસ દર્શાવી જાગૃતિ કેવી રીતે કેળવવી એ આપણને દર્શાવ્યું છે. 

રામદુલારે બાપુએ કહ્યું હતું કે થિયેટરમાં ફિલ્મ જોવા જઇએ ત્યારે, ખુરશી ઓડિયન્સ તરફ રાખીને ઓડિયન્સના હાવભાવ જોવા. છાપું વાંચતીવેળા આપણે આપણને વાંચીએ તો?વાત એ છે કે આપણે દેશ દુનિયાને જોયા કરીએ, માહિતી એકઠી કરતા રહીએ, તો આપણે પણ ગંગારામ જ છીએ. આપણી અંદર, આપણા ઘરમાં, ક્યારે અને કયો મંગારામ આવી જાય એની જાણ ન રહે. હેપ્પી અવેરનેસ!

ચલતે ચલતે : આપણે વિશ્વને, વિશ્વ જેવું છે એવું જોવાનું છે : અર્દશ્યમાન!- અલાન વોટસ

Tuesday, October 11, 2011

તારી અને મારી વાત - હંસલ ભચેચ

‘પ્રેમ’ એટલે પોતાના સાથીની મર્યાદાઓને સાચા અર્થમાં સ્વીકારીને તેના અસ્તિત્વને, તેના સાનિઘ્યને ચાહવું!
પ્રેમ એટલે શું નહીં ?!



પ્રેમમાં પડેલી કોઈપણ વ્યક્તિ માટે તેના પ્રેમી/કાથી વિશેષ કોઈ વ્યક્તિ નથી હોતી. આ પૈકી મોટા ભાગની વ્યક્તિઓ એવું માનતી હોય છે કે પોતાનું પ્રિયપાત્ર એક સંપૂર્ણ વ્યક્તિ છે. તેને પ્રિયપાત્રમાં રહેલી કોઈ ત્રુટિઓ દેખાતી નથી અને એટલે જ ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ની ઉક્તિ પ્રચલિત થઈ છે. પ્રેમમાં પોતાની સાથીની ત્રુટિઓ જોવાનો વ્યવહાર જ નથી.

ઘણાં તો વળી એટલી હદે પહોંચી જતા હોય છે કે પોતાના સાથીઓમાં કોઈ ત્રુટિ હોય તે માનવા જ તૈયાર નથી થતા. એક પ્રકારની જડતા જ જોઈ લો. લોકો આ જડત્વને પ્રેમ ગણાવે છે પરંતુ આ પ્રેમ નથી મોહ  (ૈંહકચોર્ચૌહ) છે. સમય જતાં મોહ દૂર થાય છે અને નાનામાં નાની ત્રુટીઓ વિરાટ રૂપ ધારણ કરતી જણાય છે ! રૂપાની ઘંટડી જેવો લાગતો અવાજ ફાટેલા સાયલેન્સરમાંથી નીકળતા અવાજ તેવો કર્કશ લાગવા માંડે છે ! મર્દાનગી લુખાગીરી અને નજાકત ચાંપલાશ લાગવા માંડે છે !


પ્રેમ એટલે પોતાના સાથીની મર્યાદાઓ અને ત્રુટિઓ પ્રત્યે અંધાપો સેવવો એમ નહીં પરંતુ, પ્રેમ એટલે લાગણીઓની સાથે સાથે તમારા સાથીની મર્યાદાઓ-ત્રુટિઓ અંગે સંપૂર્ણ સભાનતા અને માત્ર સભાનતા જ નહીં તેની વાસ્તવિક સ્વીકૃતિ પણ ખરી. મોહ તમને જોયું ના જોયું કરતા શીખવે છે પરંતુ પ્રેમ તમારી સામે વાસ્તવિક ચિત્ર ખડું કરે છે. જ્યારે તમે સાથીની મર્યાદાઓ નજર અંદાજ કરો છો ત્યારે તમે તમારી જાતને છેતરો છો અને સમયની સાથે મોહ લુપ્ત થતા તમે છેતરાયા હોવ તેવો અફસોસ કરતાં રહો છો. સહજીવનમાં આ પ્રકારની લાગણીઓ દુઃખ, અસલામતી અને નિસહાયતાથી વિશેષ બીજું શું આપી શકે ?! પરંતુ, આ જ મર્યાદાઓને જ્યારે તમે તેના સાચા સ્વરૂપમાં સ્વીકારો છો ત્યારે તમારામાં એક સાચો લગાવ પેદા થાય છે. એક એવો લગાવ કે જે મોહ ભાંગી જવા છતાં પણ પ્રેમને અકબંધ રાખવા સક્ષમ છે.

જે વ્યક્તિઓ મોહવશ પોતાના સાથીની મર્યાદાઓ - અપૂર્ણતા નજર અંદાજ કરે છે અને પોતાના આ વલણને ગાઢ પ્રેમની અભિવ્યક્તિ માની બેસે છે, તેને સંબંધમાં ક્યારેક ને ક્યારેક આ મર્યાદાઓ ખૂંચે છે અને જુદી જુદી રીતે તે સાથીને તેની આ મર્યાદાઓનું ભાન કરાવ્યા કરે છે. પ્રેમ એટલે સાથીની મર્યાદાઓનું ભાન કરાવ્યા કરવું એમ નહીં, પણ ‘પ્રેમ’ એટલે વ્યક્તિગત મર્યાદાઓથી ઉપર થઈને લાગણીઓનું વહેવું.

‘પ્રેમ’ એટલે પોતાના સાથીને પોતાની પસંદ નાપસંદ પ્રમાણે બદલવા પરિશ્રમ કરવો એમ નહીં, ‘પ્રેમ’ એટલે પોતાના સાથીની વ્યક્તિગત મર્યાદાઓને સાચા અર્થમાં સ્વીકારીને તેના અસ્તિત્વને, તેના સાનિઘ્યને ચાહવું ! આ સંજોગોમાં જો તમારો સાથી સંવેદનશીલ હોય તો તેને તમારા ગમા-અણગમાનો ખ્યાલ આપોઆપ આવે છે અને આપમેળે તે બદલવા માંડે છે.


ઘણી વ્યક્તિઓ પોતાના સાથીની સ્વભાવગત કે વ્યવહારની મર્યાદાઓ કે નબળાઈઓથી સંપૂર્ણપણે વાકેફ હોય છે તેની સાથે જ તેમને સ્વીકારે પણ છે પરંતુ, મનોમન તેને પોતાના પ્રેમથી બદલી નાખવાનો વિશ્વાસ અને ઈરાદો બન્ને રાખતા હોય છે. વ્યક્તિઓને બદલવાનું ગણિત આટલું સરળ નથી અને માત્ર પ્રેમથી વ્યક્તિઓ બદલાતી નથી. બીજા ઘણા પરિબળો ભાગ ભજવે છે. સમય જતા ધીરજ ખૂટે છે. પ્રેમથી બદલી નાખવાનો વિશ્વાસ અધિરાઈનું રૂપ લઈ લે છે. અધીરાઈ ધીરે ધીરે ટોણા-ટીપ્પણીઓમાં પરિણમે, સંબંધોમાં મન ઊંચા થવા માંડે અને સરવાળે ‘પ્રેમ’ ભૂલ બનીને રહી જાય !


વાતો તરીકે આ બઘું શીરાની જેમ ગળે ઉતરી જાય છે એમ છે પણ વ્યવહારમાં તે ઘણી ઊંડી સમજ અને પરિપક્વતા માંગી લે છે ! ‘પ્રેમ’નું તો એવું જ છે હૈયામાં જુદો, વ્યવહારમાં જુદો અને વાસ્તવિકતામાં તો સાવ જુદો (ક્રમશઃ) પૂર્ણવિરામ ઃ પ્રેમિકા સાથે દલીલોમાં જીત્યા પછી પ્રેમીએ શું કરવું ?!
તરત જ પોતાની જીતની માફી માંગી લેવી !!

Sunday, September 25, 2011

‘મુખવાસ’

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથીતેની ચિંતા છોડશો તો છેતેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ડરની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !

Thursday, August 25, 2011

જીવનપ્રેરક વિચાર-સંચય

[1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી, જાણવાથી કામ પતતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ. – વિનોબા
[2] વૈદ્યની કેવળ ભક્તિ કરવાથી બીમારી મટશે નહિ. વૈદ્ય કહે તે પ્રમાણે પથ્યનું પાલન કરીએ તો બીમારી મટે. કોઈ વ્યાયામવીરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી આપણામાં તાકાત નહિ આવે, પણ જે રીતે તેણે તાકાત મેળવી તે ક્રમ પ્રમાણે ચાલવાથી તાકાત આવશે. તેવી જ રીતે કેવળ સંત-સજ્જનોનું નામ લેવાથી કે તેમનું પૂજન કરવાથી કલ્યાણ થતું નથી, પણ તેમણે બતાવેલા માર્ગે જવામાં કલ્યાણ છે. શબ્દોની કઢી કે શબ્દોના ભાત ખાવાથી તૃપ્તિ થશે નહિ, તૃપ્તિ તો જેની ભૂખ હોય તે મળે ત્યારે થાય. – કેદારનાથ

[3] વાતોડિયા લોકો કામ ઓછું કરે છે અને સમય વેડફે છે. કામ કરનારા વાતો ઓછી કરે છે. હોય તેથી વધુ કે ઓછું કે ઊલટું બોલવું તે અસત્ય છે. બીજાની વિરુદ્ધની વાતોનો પ્રચાર ન કરો. કેમ કે તે ખોટી પણ હોય. અને સાચી હોય તોપણ પ્રચાર ન કરો. આપણી કોઈ ખરાબ બાબતનો પ્રચાર થતાં આપણને કેવું લાગે છે ? જીભને વશ થવું એટલે હલકા સ્વભાવને વશ થવું. કેટલુંયે બોલવાથી કંઈ જ મળતું નથી, ઉપરથી પાર વિનાની મુશ્કેલીઓ સર્જાય છે. મૌન પાળતાં શીખો. ગ્રીસમાં મહાત્મા પાયથાગોરસ પોતાના નવા શિષ્યને બે વર્ષ મૌન પળાવતા. ભલે મૌન ન પાળો, પણ જરૂર વગર ન બોલો. પૂછ્યા વગર બોલવાનો અર્થ નથી. હળવાશમય વાતો વખતે પણ નિર્દોષ વાણી હોવી જોઈએ. કોઈની નાની વાતનો છેદ ઉડાડવા દલીલબાજી કરીને કડવાશ ન સર્જવી. બીજાઓને સુધારવાનો કે બીજાઓનો હિસાબ રાખવાનો આપણો ઈજારો નથી. કોઈ પૂછે ત્યારે શાંતિથી, મીઠાશથી બોલવું. – એની બેસન્ટ
[4] મકાનને, ફર્નિચરને, પૈસાને, કપડાંને, વાહનને, પ્રતિષ્ઠાને જેટલી કાળજીથી આપણે સાચવીએ છીએ તેટલી કાળજીથી આપણા શરીરનું જતન કરતા નથી. શરીર, જે જીવનના અંત સુધી મહત્વના હથિયાર તરીકે આપણા જીવનમાં ઉપયોગી થાય છે તે તરફ આપણે જેટલા બેદરકાર રહીએ છીએ તેટલા આપણે દુઃખી થઈએ છીએ. શરીરનું માળખું અમુક અંશે વારસાગત હોય છે, તેમ છતાં તે માળખાની મર્યાદામાં રહી, શરીરને તંદુરસ્ત કે રોગી રાખવાની વાત આપણા હાથની છે. ખોરાક, શ્રમ, વ્યાયામ અને આરામ શરીરને ઘડે છે કે બગાડે છે. જો વિવેકથી ખોરાક અને આરામ લેવાય તથા યોગ્ય પ્રમાણમાં શરીરશ્રમ થાય તો શરીર તંદુરસ્ત રહે. મનની તંદુરસ્તી પણ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દાકતરી સારવાર અને દવાઓની વિપુલ સગવડો માનવીને ઉપલબ્ધ થઈ હોવા છતાં શરીરરોગો કેટલા બધા જોવા મળે છે ? પશુ-પક્ષીઓને તો નથી તેવી સગવડો કે નથી આપણા જેવી બુદ્ધિ, તેમ છતાં કેવાં કિલ્લોલ કરતાં તેઓ જોવા મળે છે ? તેનું કારણ એ છે કે તેઓનું જીવન કુદરતના નિયમો વિરુદ્ધ હોતું નથી, જ્યારે માનવીનું જીવન દિનપ્રતિદિન અકુદરતી બની રહ્યું છે. ધીમા ઝેર સમાં માદક પીણાંઓ-પદાર્થો આપણી તંદુરસ્તી અને આપણા આયુષ્યના દુશ્મનની કામગીરી બજાવી રહ્યાં છે. ઉચ્ચ ધ્યેયવાળી વ્યક્તિએ શરીરને જન્મથી મૃત્યુ સુધીની અત્યંત મૂલ્યવાન થાપણ ગણીને તેની પૂરી દરકાર લેવી જોઈએ. – બબાભાઈ પટેલ
[5] શા માટે લોકો પ્રખ્યાત થવા ઈચ્છે છે ? પ્રથમ તો જાણીતા થવું ફાયદાકારક હોય છે અને તે આપણને ખૂબ આનંદ આપે છે, ખરું ને ? જો તમે આખી દુનિયામાં પ્રખ્યાત હો તો તમે ખૂબ અગત્યના માનવી છો તેવું તમોને લાગે છે. તે તમને અમરતાની લાગણી આપે છે. તમે જાણીતા થવા માગો છો, કીર્તિવાન થવા ઈચ્છો છો અને લોકો તમારા વિશે વાતો કરે તેવું ઈચ્છો છો, કેમ કે તમારી અંદર તમે કશું જ નથી. આંતરિક રીતે કોઈ સમૃદ્ધિ નથી, તેમાં કશું જ નથી તેથી તમે બહારથી, દુનિયામાં જાણીતા થવા ઈચ્છો છો. પણ જો તમે આંતરિક રીતે ભરપૂર હશો તો તમે જાણીતા છો કે નહિ તે તમારા માટે કોઈ જ અર્થ ધરાવતું નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવું એ બાહ્ય રીતે સમૃદ્ધ અને જાણીતા થવા કરતાં ખૂબ જ કઠિન છે. તે ખૂબ જ દરકાર અને તદ્દન નજીકનું ધ્યાન માગી લે છે. જો તમારી પાસે થોડી શક્તિ હોય અને તેનો ઉપયોગ કરતાં આવડતો હોય તો તમે પ્રખ્યાત બની શકો, પણ તેવી રીતે આંતરિક સમૃદ્ધિ આવતી નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવા માટે મન સમજણવાળું હોવું જોઈએ. અને બિનજરૂરી બાબતોને, જેવી કે જાણીતા થવાની ઈચ્છાને, ફેંકી દેવી જોઈએ. આંતરિક સમૃદ્ધિ એટલે તો એકલા ઊભા રહેવું. જે માનવી જાણીતો થવા માગે છે તે એકલો ઊભો રહેતાં ગભરાતો હોય છે કેમ કે તે, લોકોનાં ખુશામત અને સારા અભિપ્રાયો પર જ આધાર રાખતો હોય છે. – જે. કૃષ્ણમૂર્તિ
[6] અહંકાર હજારો માથાંવાળો છે. એના માથાં કપાઈ જાય, છતાં નવાં નવાં જન્મતાં હોય છે. જીવ અટકાઈ જાય, મૂંઝાઈ જાય, લેવાઈ જાય, અકળાઈ જાય, અશાંત થઈ જાય, દુઃખી થઈ જાય, તો હજી એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું. કારણ કે તેની અહંતાને તેવા તેવા પ્રકારના આઘાત લાગે છે. જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે. સમજણનો ફાંકો, બુદ્ધિનો ફાંકો, આવડતનો ફાંકો, શક્તિનો ફાંકો, ડહાપણનો ફાંકો, રૂપનો ફાંકો, વ્યવહાર-કુશળતાનો ફાંકો, વૈભવવિલાસનો ફાંકો, ધનનો ફાંકો. આમ વિવિધ પ્રકારના ફાંકા હોય છે. આ બધા ફાંકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ. આવા ફાંકાઓમાં અહમ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. આથી અહમ પર ફટકા પડે ત્યારે સાધક-જીવનને ઘણો આનંદ થવો ઘટે. કશાનું પણ ચોકઠું બનાવી ન દેવું. સમજણનું પણ જો ચોકઠું બની ગયું તો તે બાધક નીવડશે. – શ્રી મોટા
[7] સંસ્કારી મનુષ્યની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય : એ માણસ કોમના કે કુળના વિચાર કરતો નથી; એ વર્ણના કે જાતિના ભેદ કરતો નથી; એ પ્રદેશ કે ભાષાની ભિન્નતા પર ટકતો નથી. એ મનુષ્યને મનુષ્ય તરીકે જુએ છે, અખંડ મનુષ્ય તરીકે મનુષ્યની ભૂલ પર જ ધ્યાન કેન્દ્રિત કરે એ જેટલું ખોટું કરે છે એટલું જ મનુષ્યના કેવળ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરનારો ખોટું કરે છે. તે બંને, સત્યને આંશિક રૂપે જુએ છે. માણસને તેના સારા-નરસા સમગ્ર સ્વરૂપે જોવો અને સ્વીકારવો એ સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે. કોઈ પણ સંસ્કારી મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ કરે એનો કમસેકમ એક સાક્ષી તો છે જ, તે સાક્ષી પોતે છે. – હરીન્દ્ર દવે.
[8] તમારા ઘરના પ્રત્યેક ઓરડામાં બે મિનિટ ઊભા રહો અને કહો કે આ એક દિવસ છૂટવાનું છે. સૂતાં પહેલાં તમે તમારી પત્ની તથા બાળકોને જુઓ તો મનમાં કહેજો કે આ બધું એક દિવસ છૂટવાનું છે. રોજ આમ કરીને જુઓ. સમજવાથી ન થતું હોય તો આ રીતે કરી જુઓ. ધ્યાન વગેરે ન થાય તો ન કરશો, પણ આ તો કરી જુઓ. તમે કહો કે ‘હું નહિ છોડું તોપણ આ તો છૂટી જ જશે.’ મૃત્યુનું વિસ્મરણ જ માયા છે. સૌએ જવાનું તો છે જ. કોઈ રોતા રોતા ગયા, કોઈ હસતા-હસાવતા ગયા, કોઈ હાથ-પગ ઘસતા ગયા… જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પરમાત્માના આહારની એક પદ્ધતિ છે. સો વર્ષની જિંદગીમાં શું કરવું છે એનો ફેંસલો થઈ જવો જોઈએ. શરીર અમર નથી. શરીરનો ધર્મ છે જન્મ લેવો અને મરવું. મરણ અટલ છે. મૃત્યુ તમને એક ઝાટકામાં અહંકારના ખૂંટા પર બાંધેલી રસીને તોડીને લઈ જશે જ. જ્યારે નાટકમાં કામ કરવાનું થાય છે ત્યારે આપણને ખબર હોય છે કે હું રાજા-રાણી-ખલનાયક કે વિદૂષક બન્યો છું. એ કેવળ ત્રણ કલાક માટે જ છે. નાટક ખતમ થયા પછી મારે ચાલ્યા જવાનું જ છે. મંચ પર બેસી રહેવાનું નથી. તેવી જ રીતે આપણે જે શરીરમાં આવ્યા છીએ, આપણને તન-મન-બુદ્ધિ મળ્યાં છે તેનો એક દિવસ અંત આવવાનો જ છે એટલું યાદ રાખવું જોઈએ. મરવાની ઘડીએ તમે એકલા જ છો. – વિમલા ઠકાર
[9] શુભ કાર્ય કે અશુભ કાર્ય જેવું કંઈ નથી. ફકત શુભ મન અને અશુભ મન છે. અશુભ મન એટલે મનની અજાગૃત સ્થિતિ. શુભ મન એટલે મનની જાગૃત સ્થિતિ. જે કંઈ જાગૃતિ દ્વારા સંભવે છે તે સુંદર, નૈતિક છે, અને જે કંઈ જાગૃતિ વગર સંભવે છે તે અસુંદર, અનૈતિક છે. ફક્ત એક જ સદગુણ છે અને તે જાગૃતિ. તમારી જાગૃતતા જે કંઈ કરાવે તે કરો. એવાં કાર્યો ન કરો જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે તમે અજાગૃત હો. એવી ઘણી વાતો છે જે તમે અજાગૃત હો ત્યારે જ કરી શકો. – રજનીશજી
[10] તમે જે સાંભળ્યું હોય તેમાં શ્રદ્ધા ન રાખો. કોઈ વિધાનો પેઢીઓથી ચાલ્યાં આવે છે માટે જ તેમાં ન માનો. કોઈ પ્રાચીન મહર્ષિએ તે કહ્યું છે માટે પણ તે ન માનો. તમે જે સત્યો વિશે રોજની ટેવથી ટેવાઈ ગયા હો તોપણ તે ન માનો. તમારા ગુરુઓ અને વડીલોનો આદેશ છે માટે પણ ન માનો. પણ તમે જાતે વિચાર કરો, પૃથક્કરણ કરી જુઓ અને જ્યારે પરિણામ બુદ્ધિને સ્વીકાર્ય બને તથા સર્વ કોઈનું ભલું કરે એવું દેખાય ત્યારે તેને સ્વીકારો અને તે પ્રમાણે જીવન જીવો. – બુદ્ધ

[‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.]

Thursday, August 11, 2011

જીવનના સાત પગલા...


૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે…..
(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે….
(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….
(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.
(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ ન વિચારતા…
બીજા માટે કરી છુટવાની ખુશી છે.
કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.
(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…
(૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે…
નાડીએ નાડીએ કર્મ તૂટશે..
પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…
ધર્મ-કર્મનો હિસાબ થશે…
સ્વર્ગ-નરકનો માર્ગ થશે….
પોતાનાનો પ્યાર છુટશે………
અને… સાત પગલા પુરા થશે…..
માટે..

સાત પગલાની..
પાણી પહેલા પાળ બાંધો….

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!
(૩) જો તમને…
પહેરવા કપડા, રહેવા ઘર અને..
બે ટાઇમ અન્ન મળતું હોય તો…
ઉપરવાળાનો આભાર માનજો..
તમારાથી બીજા કેટલા સુખી છે..
તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!
(૪) તમે પૈસાદાર હો કે ગરીબ..
બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

Thursday, August 4, 2011

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

 

 

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મારી સમક્ષ કં પણ બોલતા પહેલા વિચાર કરવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

મારી હાજરીમાં તું જરા જેટલો પણ સંકોચ અનુભવતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

હું તારા માટે કંઈ પણ કરું તેનો તારે આભાર માનવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મને વિનંતી કરવી પડતી હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું વિચારતો હોય કે હું તારા જીવનની નવી ફિલોસોફી જાણવા ઉત્સુક નથી!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું હું જે કહું તે જ સમજે પણ હું જે ન કહું તે ન સમજતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તારા સ્વપ્નો વિષે સાંભળતા મને ઉંઘ આવી જશે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તને દુ:ખમાં જોઈને મારી આંખમાં આંસુ નહિં આવે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે આપણી પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી એ મને યાદ નહિં હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને એ ન દેખાતું હોય કે કઈ રીતે હું તને ખુશ કરવાના હજારો પ્રયત્ન કરતો રહું છું!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને ખ્યાલ ન આવતો હોય કે કઈ રીતે ફક્ત તારું એક સ્મિત મારો દિવસ સાર્થક કરી નાંખે છે!

હું તારો સાચો મિત્ર નથી જો...

જ્યારે તને ખરેખર ખૂબ વાત કરવાની ઇચ્છા હોય પણ તું મારી સામે ચૂપ રહેતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને જ્યારે એવી ઇચ્છા થતી હોય કે આપણે સાથે રહેવું જોઇએ પણ છતાં તું મને એમ કહેતા ખચકાતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું મને હું તારા માટે શું છું એ કહેવામાં ખૂબ વધારે સમય લેતો હોય! શું હું ખરેખર તારો મિત્ર છું?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તમારું હ્રદય તમારો પ્રેમ છે...

તમારો પ્રેમ તમારું કુટુંબ છે...

તમારું કુટુંબ તમારું ભવિષ્ય છે...

તમારું ભવિષ્ય તમારું નસીબ છે...

તમારું નસીબ તમારી મહત્વકાંક્ષા છે...

તમારી મહત્વકાંક્ષા તમારી આશા છે...

તમારી આશા તમારો પ્રેરણાસ્ત્રોત છે...

તમારો પ્રેરણાસ્ત્રોત તમારી શ્રદ્ધા છે

તમારી શ્રદ્ધા તમારી શાંતિ છે...

તમારી શાંતિ તમારું લક્ષ્ય છે...

તમારું લક્ષ્ય તમારા મિત્રો છે..

જીવન મિત્રો વગર રસહીન છે...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મિત્રતાની ભાષા શબ્દોની નહિં,અર્થની છે.

જીવન અડધું આપણે તેને જે બનાવીએ તે છે અને બાકીનું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ છીએ તેના દ્વારા બને છે.

દરેક મનુષ્ય જીવનમાં સાચા મિત્ર શોધતો હોય છે.

મિત્ર બનવું એ ખૂબ ઝડપથી થઈ શકે છે,પણ મિત્રતા એ ધીરે ધીરે પાકતું ફળ છે.

મિત્ર એ છે જે તમને સંપૂર્ણપણે જાણે છે અને છતાં તમને પસંદ કરે છે.

જેનો એકાદ મિત્ર હોય એવો કોઈ જ માણસ નકામો હોતો નથી.

પ્રેમ કોઈક મહાન માણસ કરતાં પણ મહાન હોય છે,મિત્રતા પ્રેમ કરતાં પણ મહાન હોય છે.
ભગવાન કરે તમને ખૂબ બધાં મિત્રો મળે અને એ પણ સાચા મિત્રો!

('ઈન્ટરનેટ પરથી')