- આપણે ‘ગઈકાલ’નું દેવું ભરવા ઘણી વખત આપણે આપણી ‘આવતી કાલ’ પાસેથી ઉછીનું લઈએ છીએ.-ખલિલ જિબ્રાન
- જેણે પોતાના મનને વશમાં કરી લીધું, દુનિયાની કોઈ શક્તિ એની જીતને હારમાં નથી બદલી શકતી.-ભગવાન બુધ્ધ
- પૂર્ણ માનવી એ છે કે જે પૂર્ણ થયા પછી અને મોટો થયા પછી પણ નમ્ર રહે છે અને હરહંમેશ દરેકની સેવામાં રચ્યોપચ્યો રહે છે.-રોબર્ટ કટલર
- એટલું યાદ રાખો કે આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓને કારણે જ હોય છે.-રુમાગો
- જે લોકો નિ:સહાય લાચાર માનવી પર દયા નથી કરતા એવા લોકોએ શક્તિશાળીઓના અત્યાચાર સહન કરવાનો વારો આવે છે.-શેખસાદી
- પોતાને મનગમતું કામ તો દરેક માનવી કરે પરંતુ ગમતું ન હોય તેને પણ મનગમતું બનાવવું જોઈએ.-કામળિયા કાળાભાઈ ‘ઝલક’
- જીવનમાં શું નથી મળ્યું એનો હૈયા-બળાપો કર્યા કરતાં જે મળ્યું છે તે બદલ ઈશ્વરનો આભાર માની, મળેલાની મોજ માણો.-અજ્ઞાત
- વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેક અભિમાની બની શકતો નથી.-કાલેલકર
- ધર્મ એટલે વ્યક્તિનો આંતરિક વિકાસ, અમુક સારી ગણાતી દિશામાં તેની જાગૃતિની વૃધ્ધિ.-જવાહરલાલ નહેરૂ
- કેટલાક લોકોનો અભિગમ એવો હોય છે કે તેને પીંછાની દયા આવે છે પણ પંખી મરે છે તે દેખાતું નથી.-બર્ક
- જીવનતો સૌ પોતપોતાની આશાએ જ જીવે છે પણ બીજાની આશાઓ સાકાર કરવા જ નિ:સ્વાર્થ થઈને જીવે છે તેને ઈતિહાસ આદર આપે છે અને જગત વંદન કરે છે.-ખલિલ જિબ્રાન
- જયારે પણ ક્રોધ ચડે ત્યારે એક મિનિટ માટે જો પુનર્વિચાર કરવામાં આવે તો જગતના અડધા સંઘર્ષો અટકી શકે છે.-સ્વેટ માર્ડન
- બધી કળાઓમાં જીવન જીવવાની કળા શ્રેષ્ઠ છે સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.-થોરો
- આકાશમાં ગતિ કરી રહેલાં પક્ષીઓ તમે જુઓ ને જીવનને પણ તેમ જ પ્રશાંત ગતિએ જીવતાં શીખો તો જગત થોડું વધુ સુંદર અને વધુ રસીક લાગશે.-લાઓત્સે
Sunday, April 10, 2011
ચિંતનના મોતી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment